ગોંડલ: બે ભાઇઓએ પ્રેમલગ્ન કરનાર બહેનનું ઘર સળગાવી દીધુ, સાસુ-સસરાને પણ માર્યો માર

ગોંડલ: બે ભાઇઓએ પ્રેમલગ્ન કરનાર બહેનનું ઘર સળગાવી દીધુ, સાસુ-સસરાને પણ માર્યો માર
પ્રતિકાત્મક તસવીર

સાસુ ગીતાબેનના હાથમાં છરી મારી હતી. જ્યારે જીતુભાઈને પણ માર માર્યો હતો

  • Share this:
    ગોંડલનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ શહેરમાં બે વર્ષ પહેલા બહેને પાડોશમાં રહેતા યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેની અદાવત રાખીને બે ભાઇઓએ વોરાકોટડા રોડ પર રહેનાર બહેનના ઘરને જ્વલનશીલ પદાર્થ નાંખીને સળગાવી દીધું હતું. જે બાદ તેના સાસુ, સસરાને છરીથી માર માર્યો હતો.

    ગોંડલના વોરાકોટડા રોડ પર પંચ પીરની દરગાહ પાસે રહેતા જીતુભાઈ કરસનભાઈ સોલંકીના પુત્ર દિનેશે બે વર્ષ પહેલા પાડોશમાં જ રહેતા મનસુખભાઇ ટપુભાઈ સોલંકીની દીકરી મનીષા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેથી મનીષાબહેનના બે ભાઇઓ મંગલ મનસુખભાઈ સોલંકી તેમજ સુનિલ મનસુખભાઈ સોલંકી તેની પર રોષે ભરાયેલા છે. જેથી બંન્ને ભાઇઓ ઝઘડો કરવાના ઈરાદે લોખંડના પાઇપ અને છરી સાથે ધસી આવી બોલાચાલી કરી હતી. એટલું જ નહીં, સાસુ ગીતાબેનના હાથમાં છરી મારી હતી. જ્યારે જીતુભાઈને પણ માર માર્યો હતો. જેથી બંને પતિ-પત્ની ઘરની બહાર નીકળી ગયા હતા.



    અમદાવાદઃ રાત્રી કર્ફ્યૂમાં પણ ફૂડ કોર્નર ચલાવતા મેયર બિજલ પટેલના દિયર પ્રતિકની પોલીસે કરી ધરપકડ

    આ ઉપરાંત બહેનના ઘરને જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેતા ઘર સળગી ગયુ હતુ. જેમાં ઘરની તમામ ઘરવખરી અને સુરતથી લાવેલો કાપડનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

    અમદાવાદ: વિદેશથી આવેલા પતિએ ક્વૉરન્ટાઇનનું કાઢ્યુ બહાનુ, પત્નીની જ ફોઈની દીકરી સાથે શરૂ કર્યું ઇલુ ઇલુ

    થોડા સમય પહેલા પ્રેમલગ્ન બાદ બહેનના અપહરણનો એક કિસ્સો સામે આવ્યો હતો. ડેમા પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ જ મિત્ર સાથે મળી અપહરણ કર્યાનો બનાવ અમદાવાદનાં રામોલ વિસ્તારમાં બન્યો હતો. અકસ્માત કર્યો છે તેમ કહી શખ્સો બહેનને ઉઠાવી રાજસ્થાન લઈ ગયા હતા. જોકે આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ યુવતીને મુક્ત કરાવી ત્રણ આરોપી ઓની ધરપકડ કરી છે.

    અવારનવાર ફિલ્મોમાં એવી કહાનીઓ જોવા મળતી હોય છે કે જેમાં કોઈ યુવતી પ્રેમ લગ્ન કરે તો બાદમાં તેનો ભાઈ તેના મિત્રો સાથે મળી કોઈપણ પ્રકારનું નાટક રચી આ બહેનને ઉઠાવી જતા હોય છે. આવી જ ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બની હતી. જેમાં એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા અને બાદમાં અમદાવાદમાં રહેતી હતી, ત્યારે આ યુવકનો સાળો તેના મિત્ર સાથે આવ્યો હતો અને તેણે અકસ્માત કર્યો છે તેમ કહી શખશો તેની ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:December 07, 2020, 08:33 am

    ટૉપ ન્યૂઝ