ગોંડલઃ કોંગ્રેસી ઉમેદવાર દિનેશ પાતર સહિત ચાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો, પંથકમાં રાજકીય ખળભળાટ

ગોંડલઃ કોંગ્રેસી ઉમેદવાર દિનેશ પાતર સહિત ચાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો, પંથકમાં રાજકીય ખળભળાટ
દિનેશ પાતરની તસવીર

આરોપીઓએ બોગસ સાટા ખત ઉભું કરી વધું પૈસા પડાવવાના ઈરાદાથી વિશ્વાસ ઘાત કરી જમીનનો કબજો પચાવી પાડી ધમકીઓ આપી જમીન ખાલી કરવાના બદલામાં રૃપિયાઓ માંગ્યા હતા.

  • Share this:
ગોંડલ: ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો (Gujarat local body polls) રંગ જામી રહ્યો છે ત્યાંજ જિલ્લા પંચાયત ચરખડી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર (congress candidate) સહિત ચાર શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો (Land grabbing) ગુન્હો નોંધાતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રહેતા વિક્રમભાઈ ગોવિંદભાઇ ડાંગર ઉ.વ. 33 દ્વારા જિલ્લા પંચાયત ચરખડી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર દિનેશ પાલાભાઈ પાતર, કૌશિક જેરામભાઈ કોરાટ રહે પારડી તેનો ભાઈ હરેશ તથા નરેશ હરિભાઈ ભાસા રહે વોરા કોટડા તા. ગોંડલ વાળાઓ વિરુદ્ધ ગોંડલ ખાતે આવેલ દશ વીઘા ઘાંચી પાર્ટી તરીકે ઓળખાતી જમીન વર્ષ 2019 માં દસ્તાવેજ થી પૂરતો અવેજ ચેકથી આપી ખરીદ કરેલ હતી.



જે ઉપરોક્ત આરોપીઓએ બોગસ સાટા ખત ઉભું કરી વધું પૈસા પડાવવાના ઈરાદાથી વિશ્વાસ ઘાત કરી જમીનનો કબજો પચાવી પાડી ધમકીઓ આપી જમીન ખાલી કરવાના બદલામાં રૃપિયાઓ માંગતા પોલીસ ફરિયાદ નોંધાવતા ગોંડલ ડીવાયએસપી ઝાલા, સીટી પીઆઇ જાડેજા એ આઈપીસી કલમ 406, 420, 447, 384,506, 120 બી તથા ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા વટહુકમ કલમ 4,5 મુજબ ગુન્હો નોંધી પારડીના કૌશિક અને હરેશની ધરપકડ કરી હતી. જ્યારે નરેશ અને દિનેશ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

આ પણ વાંચોઃ-માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોક્ત જગ્યા ઉપર થોડા સમય પહેલા પોલીસ દ્વારા દરોડો પાડી રૂપિયા 181680 નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જેમાં વોરાકોટડા ગામના નરેશ હરિભાઈ ભાષા વિરોધ ગુનો નોંધાવા પામ્યો હતો.



લેન્ડ ગ્રેબિંગ નો જેના ઉપર ગુનો નોંધાયો છે તે દિનેશ પાતર ઉપર વર્ષો અગાઉ દુષ્કર્મનો પણ પણ ગુનો નોંધાયો હોય હવે લેન્ડ ગ્રેડિંગ હેઠળ ગુનો નોંધાતા અને હાલ દિનેશ પાદર ચરખડી જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હોય ગોંડલ પંથકમાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે ગુનો નોંધાતા ની સાથે જ ગંધ પારખી ઉઠેલા દિનેશ પાતર છનન થઈ જવા પામ્યા છે બીજી બાજુ પોલીસે દિનેશ પાતરની ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:February 14, 2021, 20:55 pm

ટૉપ ન્યૂઝ