સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધ : ગોંડલમાં સગા બનેવીએ સાળાને ઝેર ભેળવી દારૂ પીવડાવી દીધો


Updated: February 18, 2020, 12:27 PM IST
સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધ : ગોંડલમાં સગા બનેવીએ સાળાને ઝેર ભેળવી દારૂ પીવડાવી દીધો
આરોપી.

યુવાનને દારૂમાં ગંધ આવતા વધારે પીવાને બદલે ઘરે ચાલ્યો ગયો, ચક્કર આવતા પરિવારે હૉસ્પિટલ ખસેડ્યો અને પત્ની અને બનેવીના અનૈતિક સંબંધનું પાપ જાહેર થયું.

  • Share this:
રાજકોટ : અનૈતિક સંબંધોને કારણે અનેક પરિવારોના માળા પીંખાય જતા હોય છે. આવો જ એક કિસ્સો ગોંડલ શહેર પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં સગા બનેવીએ તેના સાળાને ઝેર આપીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાળાને શંકા પડતા તે બચી ગયો હતો. આ આખો કાંડ અનૈતિક સંબંધોને કારણે થયો હતો. બનેવીને સાળીની પત્ની સાથે અનૈતિક સંબંધો હતા. આથી તેણે સાળાનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. એટલું જ નહીં ફરિયાદમાં જે ઓડિયો ક્લિપો આપવામાં આવે છે તેમાં એવો પણ ઉલ્લેખ છે કે ફક્ત સાળાને જ નહીં પરંતુ તેની બહેન (આરોપીની પત્ની)નો કાંટો કાઢી નાખવાનો પણ પ્લાન હતો.

દારૂમાં ઝેર ભેળવીને પીવડાવવાનો પ્રયાસ

બનેવીએ સાળાની પત્ની સાથેના અનૈતિક સંબંધને લઇ તેના સાળાને દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે યુવાન બચી જતા અનૈતિક સંબંધનું ભોપાળું જાહેર થઈ ગયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ ભીખાભાઈ શિયાળ (ઉં.વ. 44)એ સિટી પોલીસ મથકમાં તેના સગા બનેવી જીતેશ ઉર્ફે લાલો પુંજાભાઈ વાઘમશી (રહે જેતપુર રોડ લક્ષ્મી નગર ગોંડલ) તેમજ તેના પત્ની કૈલાશબેન વિરેન્દ્રભાઈ શિયાળ વિરુદ્ધ દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા કરવાની કોશિષની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આઈપીસી કલમ 307, 120b મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દારૂ પીતા ગંધ આવી અને ઘરે પહોંચ્યા

વિરેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 19મી જાન્યુઆરી રવિવારના સાંજે તેના સગા બનેવી જીતેશે દારૂ પીવા માટે તાલુકા પોલીસ મથકની બાજુમાં પેટ્રોલપંપ પાસે બોલાવ્યો હતો. જ્યાં તેમણે બે ગ્લાસ દારૂ ભરીને તૈયાર રાખ્યા હતા. એ દારૂ પિતા તેમાં તેમને ઝેરી ગંધ આવી હતી આથી દારૂ પીવાનું પડતું મૂકીને ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમને ચક્કર આવતા પરિવારજનો ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. હૉસ્પિટલ ખાતે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું હતું. દવાખાનામાંથી રજા મળતા આ અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી.

પત્ની અને બનેવીની વાંધાજનક તસવીરો પોલીસને આપી 

ફરિયાદીએ પોતાની ફરિયાદની સાથે સાથે પોતાની પત્ની અને બનેવીના અણછાજતા ફોટોગ્રાફ તેમજ મોબાઇલ ફોનની ત્રણ ઓડિયો ક્લિપ પણ પોલીસને આપી હતી. આ ઓડિયો ક્લિપમાં અનૈતિક સંબંધમાં આંધળા બનેલા જીતેશ અને તેની પત્ની (પ્રેમિકા) વિરેન્દ્ર તથા તેના બહેન(જીતેશની પત્ની)નો પણ કાંટો કાઢી નાંખવાનું જણાવે છે.
First published: February 18, 2020, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading