રાજકોટ : લૂંટેરી દુલ્હન લગ્નના બે વર્ષ બાદ થઈ ફરાર, પોતાની કૂખે જણેલા દીકરાને પણ વેચી નાખ્યો

રાજકોટ : લૂંટેરી દુલ્હન લગ્નના બે વર્ષ બાદ થઈ ફરાર, પોતાની કૂખે જણેલા દીકરાને પણ વેચી નાખ્યો
પર પ્રાંતીય મહિલાને સ્થાનિક દલાલો રૂપિયા આપી અને લગ્ન ન થતા હોય તેવા લોકો સાથે પરણાવી આપવાની ગોઠવણ કરાવે છે.

પૈસા આપીને લગ્ન કરી લાવેલી મહિલા નીકળી 'ધંધાદારી,' બે મહિલાઓ દલાલની ભૂમિકામાં હોવાનું ખૂલ્યું, મહારાષ્ટ્રની દુલ્હન સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો

  • Share this:
આ ઘટના છે રાજકોટ જિલ્લાના ગોંડલની કે જ્યાં આવાસ ક્વાર્ટર માં રહેતા અજય બટુકભાઈ ધરજીયા કે જેવોના લગ્ન સૌરાષ્ટ્રમાં નહિ થતા અજયને લગ્ન માટે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે તેણે લગ્ન કરાવી આપતા દલાલો નો સમ્પર્ક કર્યો જેમાં ગોંડલ ના રહેવાસી એવા રમાબેન કાંતિલાલ વ્યાસ અને વીરપુર ના રહેવાસી એવા રાજિયા બેન સાથે તેમનો સંપર્ક થયો હતો. આ બંને એ અજયનો પરિચય મહારાષ્ટ્ર ના રહેવાસી એવા સોનુ રાજેન્દ્ર પાઈકરાવ સાથે કરાવ્યો હતો જે બાદ અજયને જયશ્રી ઉર્ફે પૂજા સાથે મુલાકાત કરાવીને લગ્ન માટે નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગ રૂપે આ સોદો 2 લાખ 40 હજાર રૂપિયા માં કરવા માં આવ્યો હતો.

અજય અને જયશ્રી ઉર્ફે પૂજા ના લગ્ન 16-01-2018 ગોંડલ ના ધારેશ્વેર મંદિરમાં હિન્દૂ રીત રિવાજ મુજબ થયા હતા અને લગ્ન ના તુરત બાદ આ બંને ને ઘરે પુત્રનો જન્મ થયો હતો. પુત્ર દિવ્યના જન્મ બાદ પણ ખુશ નહીં થનાર પૂજા મોકાની શોધ માં હતી અને પુત્ર જયારે દોઢ વર્ષનો થયો ત્યારે તારીખ 7-12-2019ના રોજ પોતના પુત્ર ને લઈને ગોંડલ પોતાના પતિ ના ઘરે થી નાશી ગઈ હતી, ફરી મુંબઈ આવી ગઈ હતી.આ પણ વાંચો :  PM મોદીની કેડિલા મુલાકાત, જાણો કોણ છે આ બાળકો જેમણે વડાપ્રધાનને કહ્યું 'નમસ્તે'

મુંબઈ આવીને તેણે પોતાના પુત્ર દિવ્યેશને મુંબઈ રૂપિયા 40 હજાર માં વેચી નાખ્યો હતો.જયારે પત્ની જયશ્રી ઉર્ફે પૂજા પોતાન દીકરા દિવ્યેશ ને લઈ ને ફરાર થઇ તે બાબત ની ફરિયાદ ગોંડલ પોલીસ સ્ટેશનમાં કરી હતી જે બાદ પણ કોઈ પરિણામના આવતા અજયે ગુજરાત હાઈકોર્ટ માં એક હેબિયસ કોર્પોસ દાખલ કરેલ હતી જેના આધારે ગોંડલ પોલીસ અને રાજકોટ પોલીસે તાપસ શરૂ કરી હતી.

જેના આધારે ગોંડલ પોલીસે મુંબઈ, ઉલ્લાસનગર , તામિલનાડુ ના કોઈંબતુર સુધી તપાસ કરી હતી અને બાળક નો પતો કર્યો હતો જ્યાંથી બાળક નો કબ્જો લઈ બાળક ને તેના ખરા પિતા અજય ને સોંપીયો હતો. થોડા દિવસ પહેલા રાજકોટ માં રાજકોટ પોલીસ ને એક ગુપ્ત જાણકારી મળી કે પૈસા લઈ ને લગ્ન કરાવી ને છેતરપિંડી કરતી ટોળકી એ એકે આવા લગ્ન કરાવ્યા છે અને એક યુવક સાથે રૂપિયા લઈ ને લગ્ન કરી ને ઠગાઈ થયેલ છે.

જે મુજબ રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ જયશ્રી ઉર્ફે પૂજા અને તેનો કહેવાતો ભાઈ અને દલાલ સોનુ રાજેન્દ્ર પાઈકરાવ ને પકડી પાડેલ હતા જેમાં વધુ તપાસ કરતા ગોંડલ ની ઘટના પણ સામે આવી હતી, અને સમગ્ર કાવતરું બહાર આવેલ જેમાં પોલીસે સુંદર કર્યવાહી કરી ને અજયના પુત્ર દિવ્યેશ ને છેક તામિલનાડુ કોઇમ્બતુર થી શોધી કાઢેલ.

આ પણ વાંચો :  જામનગર : ઉદાસી આશ્રમના મહંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, પરિણીત સેવિકાના આક્ષેપથી ખળભળાટ

અત્યાર સુધી મળેલ માહિતી મુજબ અજય ની પહેલી પત્ની અને એક પુત્ર ની માતા એવી જયશ્રી ઉર્ફે પૂજા એક ધંધાદારી દુલ્હન હોવા નું સામે આવ્યું છે, તે અને તેનો દલાલ સોનુ રાજેન્દ્ર પાઈકરાવ નો મુખ્ય ધંધો રૂપિયા લઈને લગ્ન કરવા અને પછી થોડી સમય થાય એટલે ઘર માં જે હોય તે લઈ ને નાશી જવું, જયારે તેને ગોંડલના અજય બટુકભાઈ ધરજીયા સાથે આવી રીતે 2 લાખ અને 40 હાજર લઈ ને લગ્ન કર્યા તે બાદ તેને અજય થી એક પુત્ર પણ થયો.

આ પણ વાંચો :  રાજકોટ : 'મૃતદેહ જોયો તો પપ્પાની ખોપરી ફાટેલી હતી, મેં બેસ્ટ હૉસ્પિટલ પસંદ કરી હતી છતાં આવું થયું'

જે તેને જયશ્રી ઉર્ફે પૂજા અને સોનુ રાજેન્દ્ર પાઈકરાવને તેના આ આ ધંધામાં નડતર રૂપ થતો હોય તેણે તેને વેચીને પોતાનો રસ્તો સાફ કર્યો હતો અને ફરી પોતાનો લૂંટેરી દુલ્હન નો ધંધો શરૂ કરી ને નવા શિકાર ની શોધ માં લાગ્યા હતા. જેમાં તેને ફરી થી રાજકોટ ના એક યુવક ને ફસાવ્યો હતો જેમાં તેનો ભાંડો ફૂટી જતા બંને પકડાઈ ગયા હતા જે બાદ તેણે વેચેલ પુત્ર નો પણ પત્તો લાગી ગયેલ.
Published by:Jay Mishra
First published:November 28, 2020, 13:32 pm

टॉप स्टोरीज