Home /News /kutchh-saurastra /ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપના નેતા સામેલ! ગુનો દાખલ

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપના નેતા સામેલ! ગુનો દાખલ

    હજુ થોડા દિવસો પહેલા જ, રાજકોટ જિલ્લામાં શાપરમાં આવેલી ફેક્ટરીમાં એક દલિત યુવાનને ચોરીની આંશકાએ ફેક્ટરીના માલિક અને કર્મચારીઓએ ઢોર માર માર્યોની શાહી સુકાઇ નથી ત્યાં બીજી એક બર્બર ઘટના બની હતી.

    મહત્વની વાત એ છે કે, આવી બર્બરતા ભરી ઘટનામાં ભાજપના સ્થાનિક નેતાઓ જ સામેલ હતા. બે યુવાનોને નગ્ન કરી સરઘસ કાઢવાના મામલે ભાજપના નેતા ભૂપત ડાભી સહિતના લોકો સામે અંતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    ઘટનાની વિગત એવી છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ગુરુવારે લોકોએ બે યુવાનોને નગ્ન કરી, બેરહેમી પુર્વક જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ બંને યુવકો પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ યુવાનોએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલા સ્ટીકરો માંધાતાની પ્રતિમા પર લગાવ્યાં હતા અને કથિત રીતે કોળી સમાજની લાગણી દુભાઇ હતી.



    આ યુવાનોને ટોળા જે રીતે માર માર્યો હતો એ જોતા ભલભલા માણસોના રુંવાડા ઉભી થઇ જાય. ગોંડલની આ ઘટનાએ ફરીવાર ગુજરાતમાં ગરીબ અને સામાન્ય માણસમાં ડર બેસાડી દીધો કે, ટોળું તમારો ગમે ત્યારે જીવ લઇ શકે છે. ટોળાને માત્ર શંકાની જ જરૂર છે.

    ગુજરાતમાં સામાન્ય માણસની હાલત ગંભીર બનતી જાય છે જ્યાં ટોળાશાહી ગમે ત્યારે લોકોને રહેંસી નાંખે છે. આ અંગે વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું છે જ નહીં.

    લોકોએ બેરહેમીથી માર માર્યા બાદ ગોંડલમાં આ બંનેને નગ્ન કરી તેમનું સરઘસ કાઢ્યું હતું. લોકોએ આ બંને યુવાનોની હાલત અંત્યત દયનીય બનાવી દીધી હતા. આખાય ગોંડલમાં આ વાત ફેલાઇ પણ પોલીસ ફરકી પણ નહીં અને આ યુવાનોને ટોળાશાહીથી બચાવ્યા પણ નહીં.



    જો કે, ઘટનાની ગંભીરતા વધતા, પાછળથી પોલીસ આ બંને યુવાનોને દવાખાને લઇ ગઇ હતી. મામલો વદારે ચગે એવી સ્થિતિ લાગતા ના છૂટકે ગોંડલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

    ગોંડલ પોલીસે આઠ લોકો સામે ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં એવુ નોંધ્યુ છે કે, આ યુવાનોએ કોળી સમાજનાં ઇષ્ટદેવ માંધાતાની પ્રતિમા પર ગોંડલ પોલીસ સ્ટેશનના કર્મચારી નરેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ખોટા આક્ષેપ વાળા સ્ટીકરો લગાવતા સમાજની લાગણી દુભાઇ હતી અને આરોપીઓ તેમને માર માર્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Koli, Law and order, Paresh dhanani, Rajkot police, Vijay Rupani, ગોંડલ, પોલીસ`, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन