ગોંડલઃ અક્ષર મંદિર ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો શુભારંભ

News18 Gujarati
Updated: January 20, 2018, 2:35 PM IST
ગોંડલઃ અક્ષર મંદિર ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો શુભારંભ
આ અક્ષર દેરી સાર્ધ મહોત્સવમાં સોમવારે રાષ્ટ્રપતિશ્રી, રામનાથ કોવિંદ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતના ઉપસ્થિત રહેશે.

આ અક્ષર દેરી સાર્ધ મહોત્સવમાં સોમવારે રાષ્ટ્રપતિશ્રી, રામનાથ કોવિંદ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતના ઉપસ્થિત રહેશે.

  • Share this:
ગોંડલમાં આજથી અક્ષર મંદિર ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો શુભારંભ થયો છે. શનિવારે સવારથી સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં પૂજન - અર્ચન સાથે આ મહોત્સવ શરૂ થયો છે. આ અક્ષર દેરી સાર્ધ મહોત્સવમાં સોમવારે રાષ્ટ્રપતિશ્રી, રામનાથ કોવિંદ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતના ઉપસ્થિત રહેશે. ગોંડલના વિશ્વપ્રસિદ્ઘ અક્ષરમંદિરમાં સ્થિત અક્ષરદેરીને (અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અંત્યેષ્ટિવિધિના સ્થળ પર નિર્મિત સ્મારકને) ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.

આ નિમિત્તે અહીં 11 દિવસ સુધી ભવ્ય કાર્યક્રમો રજૂ થનાર છે. દેશ-પરદેશથી લાખો ભાવિકો આ ઉત્સવમાં સહભાગી થવા પધાર્યા છે. બીએપીએસ સંસ્થાના પ્રમુખ પદે બિરાજમાન પરમ પૂજય મહંત સ્વામી મહારાજ ગોંડલ ખાતે આવી પહોંચ્યા છે. અહીં થનાર વિવિધ કાર્યક્રમોમાં તેમનાં દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે. ખૂબ મોટી સંખ્યામાં પધારનાર હરિભકતોની વ્યવસ્થા માટે વિવિધ સેવા વિભાગોનું આયોજન થયું છે. આ મહોત્સવમાં કુલ 32 સેવાવિભાગોની રચના કરવામાં આવી છે.

મંદિરની પાછળ આવેલ ૨૦૦ એકર વિશાળ ભૂમિને સમતલ કરીને સભા સ્થળ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે હજારો સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ખડે પગે સેવામાં ઊભા છે. આજુબાજુનાં અનેક ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ છેલ્લા બે મહિનાથી સેવા કરવા માટે આવે છે.

ટ્રાફિકના પ્રશ્નોને પહોંચી વળવા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓની સુવિધા માટે ૨૪ કલાક મેડીકલ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ સાથે જ વિશાળ રકતદાન યજ્ઞમાં સંતો અને ભકતો રકતદાન કરીને સમાજને મદદરૂપ થશે.
First published: January 20, 2018
વધુ વાંચો
अगली ख़बर