Home /News /kutchh-saurastra /Rajkot Gold Price: લગ્નગાળાના ટાઈમે સોના-ચાંદીમાં તેજી, ઝવેરીઓમાં ટેન્શનનો માહોલ

Rajkot Gold Price: લગ્નગાળાના ટાઈમે સોના-ચાંદીમાં તેજી, ઝવેરીઓમાં ટેન્શનનો માહોલ

લગ્નગાળાના ટાઈમે સોના-ચાંદીમાં તેજી

રાજકોટમાં દસ ગ્રામ સોનાનો ભાવ 400 વધીને 54250 હતો.ચાંદી 69570 હતી.સૌરાષ્ટ્ર- ગુજરાતમાં લગ્નગાળો શરુ થવામાં છે તેવા સમયે ઉંચાભાવને કારણે વેપાર-ઘરાકી પર અસર થવાની આશંકા વયક્ત કરવામાં આવી રહી છે.

મુસ્તુફા લાકડાવાલા,rajkot: સોના- ચાંદીના (Gold-Silver) ભાવોમાં ફરી તેજીની (Prices rise again) ચમક શરુ થઈ હોઈ તેમ સોનાનો ભાવ રૂ.54000ને (The price of gold is Rs54000) વટાવી ગયો હતો અને ચાંદી રૂ.70000ની(Silver Rs.70000) નજીક પહોંચી હતી.લગ્નગાળા(Wedding season) ટાણે ભાવ વધતા ઝવેરીઓમાં ચિંતા(Anxiety in jewelers) સર્જાઈ છે.

યુક્રેન-રશિયા યુદ્ધના(Ukraine-Russia war) પ્રારંભે સોનુ-ચાંદી ઉછળ્યા બાદ કેટલાક દિવસોથી તેજીનો ઉભરો શમવા લાગ્યો હતો.પરંતુ છેલ્લા ત્રણ - ચાર દિવસથી ફરી ભાવો તેજીના માર્ગે વળી ગયા છે.ઝવેરીઓના કહેવા પ્રમાણે વિશ્વબજારની તેજી ઉપરાંત ડોલર સામે રૂપિયા નબળો પડ્યો હોવાની પણ અસર છે. વૈ સોનુ 16 ડોલર ઉંચકાઈને 1957 ડોલર હતું.ડોલર સામે રૂપિયા 76ના માર્ગે હતો.વિશ્વબજારમાં ચાંદીનો ભાવ 25.98 ડોલર થયો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં સગીરા સાથે દોઢ વર્ષથી બે યુવકો આચરતા હતા દુષ્કર્મ, સાત માસનો ગર્ભ રહેતા થઇ જાણ

રાજકોટમાં દસ ગ્રામ સોનાનો ભાવ 400 વધીને 54250 હતો.ચાંદી 69570 હતી.સૌરાષ્ટ્ર- ગુજરાતમાં લગ્નગાળો શરુ થવામાં છે તેવા સમયે ઉંચાભાવને કારણે વેપાર-ઘરાકી પર અસર થવાની આશંકા વયક્ત કરવામાં આવી રહી છે. આવતા એકાદ અઠવાડિયામાં ફરી લગ્નગાળો જામવાનો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ત્રણ દિવસ મળશે ગરમીમાં આંશિક રાહત, જાણો હવામાન વિભાગની આગાહી

એક તરફ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ દાણચોરી પણ ગુજરાતમાં વધી રહ્યું છે.થોડા ટાઈમ પેહલા જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2.6 કિલો સોના સાથે ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. તમામ મુસાફરોએ દાણચોરીનો માલ શરીરમાં છુપાવ્યો હોવાનું કબૂલાત કરી હતી. ત્યારપછી, મુસાફરોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ મુસાફરોના શરીરમાંથી પેસ્ટ સ્વરૂપમાં સોનું ધરાવતી 9 ઈંડાની સાઇઝની બ્લેક કોટેડ કેપ્સ્યુલ મળી આવી હતી.
First published:

Tags: Gold and silver, Gold price, Rajkot city, રાજકોટ