રાજકોટ : સોનામાં આગઝરતી (Gold Price) તેજી વચ્ચે ખરીદદારો અને વેચાણ કરનારા સૌનું ધ્યાન સોનાની કિંમતો પર આકર્ષિત હોય છે. રોજબરોજ શેરબજારની (Sensex) જેમ સોનાના ભાવમાં તેજી મંદી આવી રહી છે ત્યારે હવે ગઠિયાઓે (Cheaters) રાતોરાત રૂપિયા કમાઈ લેવા માટે સોનાની ઠગાઈ કરવાના નુસખાઓ અજમાવવાના શરૂ કર્યા છે. રાજકોટ શહેર પોલીસે (Rajkot Police) સોનાના દાગીના (Gold Ornament) પડાવી લેતી સાળા-બનેવીની ઠગ ટોળકીને (Gold Cheaters) આવી ઠગાઈના મામલે જ ઝડપી પાડ્યા છે. જોકે, આ ઠગોના કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ બંને શખ્સો બાઇક લઈની નીકળતા અને એક શખ્સ તેમાંથી મહાત્મા બની જતો, જ્યારે બીજો શખ્સ લોકોને રોકીને એવું કહેતા કે મહાત્મા પાસે તમારા દાગીના મંતરાવો નડતર દૂર થશે, ઘરેણા ડબલ થશે'
બનાવની વિગતો એવી છે કે સાત દિવસ પહેલાં સરધારના ખારચીયા ગામમાં નિરાલી ફાર્મ હાઉસ સામે રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર એક મહિલાને એક શખ્સે અટકાવી દૂર ઉભેલો બીજો શખ્સ મહાત્મા છે, તે કોઇપણ નડતર દૂર કરી દે છે અને 'દાગીના હોય તો મંતરીને એકના ડબલ કરી આપે છે.' તેવી વાતો કરી મહિલાને ભોળવી તેના પતિની બિમારી દૂર કરી દેવાની અને સોનાના દાગીના ડબલ કરી આપવાની લાલચ દઇ તેની પાસેની સોનાની બુટી અને કાન સર મળી રૂ. 25,810 રૂપિયાના ઘરેણા લઇ મંતરવાના બહાને રૂમાલમાં દાગીના મુકી રૂમાલની ગાંઠ વાળી મહિલાને આપીને જતાં રહ્યા હતાં.
આ પણ વાંચો : જૂનાગઢ : વિચિત્ર ઘટના! દારૂ પીધેલા યુવકને દેવીપૂજક પરિવારે તાપણામાં નાખી દીધો, બળી જવાથી મોત
રૂમાલ મંદિરમાં મૂકી દેવાનું અને પછી ખોલવાથી દાગીના ડબલ થઇ જશે અને ઘરનું નડતર દૂર થઇ જશે તેમ કહ્યું હતું. મહિલાએ ઘરે જઇને રૂમાલ ખોલતાં અંદરથી પથ્થર નીકળ્યા હતાં. આ ગુનાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાંખી કેશોદ અને જુનાગઢના ગઠીયા સાળા-બનેવીને પકડી લીધા છે.
સરધાર પીએસઆઇ જી. એન. વાઘેલાને મળેલી માહિતી પરથી આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગરની ગોળાઇ પાસે વોચ રાખી બે ગઠીયા અબુબકર સુલેમાનભાઇ પડાયા તથા તેના સાળા સલીમ મજીદભાઇ મકવાણા મકાનમાં ભાડે જુનાગઢ, મૂળ મોટાને પકડી લઇ દાગીના અને બાઇક કબ્જે કર્યા છે.
આ પણ વાંચો : મોરબી : RTO નજીક ધોકા અને ચાકુની અણીએ લૂંટારૂં ટોળકી ત્રાટકી, વાહનચાલકોને માર મારી લૂંટ્યા
આ બંને સાળો બનેવી ઠગાઇ કરવાના હેતુથી બાઇક લઇને નીકળતાં હતાં. સલિમ મહાત્મા બનતો અને અબુબકર ચેલો બનતો હતો. રસ્તે નિકળતા માણસોને પોતાની વાતમા ભેળવી વિશ્વાસમા લઇ મહાત્મા પાસે દાગીના મંતરાવશો તો બીમારી મટી જશે, ઘરનું નડતર દૂર થશે અને ઘરેણા ડબલ થઇ જશે તેવી વાતો કરી ઠગાઇ કરવાની ટેવ ધરાવે છે. આ બંને જુનાગઢ જીલ્લા વિસ્તારમા આવા ગુના વધુ પ્રમાણમાં આચરે છે. આ બંને અગાઉ વંથલી, જામજોધપુર, ભાયાવદર, ઉપલેટા, જુનાગઢ બી ડિવિઝનમાં આ પ્રકારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે.