તરુણ છોકરીઓએ શું કરવું ? સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટમાં આવી અપાય છે તાલીમ

આ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા વર્કશોપમાં ભાગ લેવાની ફી તદન નિશુલ્ક છે.આ પ્રોજેક્ટના કારણે અનેક લોકોની જીંદગી સુધારવામાં મહત્વનું યોગદાન રહ્યું છે.

News18 Gujarati
Updated: October 10, 2019, 7:12 PM IST
તરુણ છોકરીઓએ શું કરવું ? સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટમાં આવી અપાય છે તાલીમ
યુવતીઓની તાલીમ આપવામાં આવે છે.
News18 Gujarati
Updated: October 10, 2019, 7:12 PM IST
સ્ત્રીના જીવનમાં આવતી તમામ અવસ્થાઓજેવી કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, મુગ્ધાવસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થા ખુબ જ મહત્વની હોય છે. કિશોરાવસ્થા વટાવીને તરુણાવસ્થામાં પ્રવેશતાંની સાથે જ સંતાનોમાં વિશ્વના વિશાળ ગગનમાં ઉડવાની અને નભને આંબવાની અદમ્ય ઈચ્છા થઈ આવે છે.

આ સમયે માતા-પિતાઓને અનેક પ્રકારની ચિંતાઓસતાવતી હોય છે.આવા પ્રકારની ચિંતાઓનું વન સ્ટોપ સોલ્યુસન છે SMART GIRL પ્રોજેક્ટ જેને ભારતીય જૈન સંગઠન દ્વારા પ્રોફેશનલની ટીમરાખીને સંશોધન કરીને ઘડી કાઢવામાં આવ્યો છે. રાજકોટમાં હાલમાં જ ભારતીય જૈન સંગઠન દ્વારા SMART GIRL પ્રોજેક્ટ કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું હતું.

જેના ગુજરાત સ્ટેટ હેડ દર્શનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, આ કોર્ષ ૨૦૦૯ થી ચલાવવામાં આવે છે જેનું નામ “Empowerment of Girls to Face Social Challenges of 21st Century” હતું પરંતુ હાલમાં આજની જરૂરીયાતને ધ્યાને લઈને તેનું નામ SMART GIRL - To be happy - To be strong”કરવામાં આવ્યું છે.

દર્શનાબેન કોઠારી જણાવે છે કે, હાલના સમયમાં તરુણો કરતા તરુણીઓ માટે આ સ્થિતિ વધુ ગંભીર છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે ત્યારે યુવતીઓને જીવનની તમામ પરિસ્થિતિમાં સશક્ત અને સક્ષમ બનાવે તેવા SMART GIRL પ્રોજેક્ટ થકી મુગ્ધાવસ્થામાં કોઈની જિંદગી અટવાય નહીં અને તેની સામે આવનારા પડકારોનો હિંમતપૂર્વક બહાદુરી મજબૂતી અને મક્કમતાથી તેનો સામનો કરી શકે તેની તબક્કાવાર તાલીમ આપવામાં આવે છે.

આ આખો કોર્ષ છ વિભાગોમાં વહેંચાયેલો છે. જેમાં સેલ્ફ અવેરનેસ(સ્વ જાગૃતિ), કમ્યુનિકેશન એન્ડ રિલેશનશિપ (વાતચીત અને સંબંધ), મેનસ્ટ્રુએશન અને હાઈજીન (માસિક સ્રાવ અને સ્વચ્છતા), સેલ્ફ એસ્ટીમ (આત્મસન્માન),ચોઈસીસએન્ડ ડીસિઝન (પસંદગીઓ અને નિર્ણયો),ફ્રેન્ડશીપ એન્ડ ટેમ્પટેશન (મિત્રતા અને લાલચ) વગેરેનો સમાવેશ થાય છે.

સમગ્ર પ્રોગ્રામ કે વર્કશોપનાઅંતમાં તરુણીઓ દ્વારા મળેલ ફીડબેક તેમના માતા-પિતા સાથે વહેંચવામાં આવે છે. માતા-પિતાને પણ વર્કશોપનો હિસ્સો બનાવી બે પેઢી વચ્ચેનું વૈચારિક અંતર દૂર કરી ભરોસો અને વિશ્વાસ સ્થાપન કરવાના પ્રયાસ આ પ્રોજેક્ટમાં કરવામાં આવે છે, તેમ શ્રીમતિ કોઠારીએ જણાવ્યું હતું.
Loading...

દર્શનાબેન કોઠારી જણાવે છે કે તેમણે આ તાલીમ વર્ષ ૨૦૧૫માં લીધી હતી ત્યાર બાદ તેમણે એ જ વર્ષમાં જ તાલીમ આપવાનુંશરૂ કર્યું હતું. આ પ્રાોજેક્ટ હેઠળઅત્યાર સુધીમાં ૨૫૦૦ થી વધુ યુવતીઓએ રાજકોટમાં, ૬ હજાર જેટલી યુવતીઓએ સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં અંદાજિત ૫ લાખથી વધુ યુવતીઓએ તાલીમબધ્ધથઈ છે.

અમારા આ સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટમાં મેરેજ કાઉન્સેલીંગ, લાઈફ મેનેજમેન્ટસહિતનાતમામ મુદ્દા આવરી લેવામાં આવે. છે.આ પ્રોજેક્ટને આવનારા સમયમાં તાલુકા કક્ષાએ પણ શરુ કરવામાં આવશે.

SMART GIRL પ્રોજેક્ટ અંતર્ગત સમાજના તમામ વર્ગોની ૧૩ થી ૨૩ વર્ષની ઉંમર ધરાવતી  તમામ યુવતીઓને સમાવિષ્ટ કરવામાં આવે છે. જેની એક બેચમાં અંદાજિત ૫૦-૬૦ છોકરીઓનો સમાવેશ કરવામાં આવે છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા વર્કશોપમાં ભાગ લેવાની ફી તદન નિશુલ્ક છે.આ પ્રોજેક્ટના કારણે અનેક લોકોની જીંદગી સુધારવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. શાળાઓ અને અનેક શૈક્ષણીક સંસ્થાઓના શિક્ષકો દ્વારા હસ્તગત કરાયેલી તાલીમનો ઉપયોગ પેરેન્ટસ મીટીંગોમાં કરવાથી ખુબ જ સકારાત્મક્ત પરિણામ મળી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં તેમના પતિ ડો. રાજેશભાઈ કોઠારીહરહંમેશ તેમના પડખે ઉભા રહીને તેમને પ્રેરકબળ પુરૂ પાડી રહ્યા છે.

(માહિતી સૌજન્ય: ગુજરાત માહિતી વિભાગ)
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...