Home /News /kutchh-saurastra /

રાજકોટ: 'મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે, હું પણ આપઘાત કરી રહ્યો છું,' ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા દીકરીના પિતા

રાજકોટ: 'મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે, હું પણ આપઘાત કરી રહ્યો છું,' ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા દીકરીના પિતા

હોટલમાંથી યુવતીની લાશ મળી.

Rajkot News: રાજકોટમાં હોટલ નોવામાંથી કાલાવડની યુવતીની લાશ મળી. પિતાના જણાવ્યા પ્રમાણે સવારથી જ દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજે ફોન કર્યો તો જેમિશે ઉપાડ્યો હતો.

રાજકોટ: રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન (A Division Police Station) વિસ્તારમાં આવેલા કરણસિંહજી ચોક પાસે આવેલી હોટલ નોવામાં શંકાસ્પદ હાલતમાં એક યુવતીની લાશ મળી આવી છે. સાથે જ એક યુવક પણ એસિડ પીધેલી હાલતમાં મળી આવ્યો છે. ગુનાની ગંભીરતા જોતાની સાથે જ પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને સમગ્ર બનાવ હત્યા બાદ આપઘાતના પ્રયાસ (Suicide with Murder Attempt)નો લાગી રહ્યો હતો. આ કેસમાં એક નવો ફણગો એવો પણ ફૂટ્યો છે કે હોટલ ખાતેથી યુવતીનું જે આધાર કાર્ડ (Aadhar Card) મળ્યું છે તેમાં તેના જન્મનું વર્ષ અને તેણીના સાચા આધાર કાર્ડમાં જન્મનું વર્ષ અલગ અલગ છે. હાલ આ સમગ્ર મામલે મૃતકની હત્યા કરનાર જેમિશ ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ પોલીસ પીએમ રિપોર્ટ તેમજ એફ.એસ.એલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

યુવતીના પિતાએ શું કહ્યું?

મીડિયા સાથેની વાતચીતમાં મૃતક ધ્રુવા જોષીના પિતા હિરેનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, "ગઈકાલ સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવી રહ્યો હતો. સાંજ સુધી દીકરી ઘરે પરત ન આવતાં અમે ફોન કર્યો હતો. ફોન જેમિશે ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, મેં તમારી દીકરીની હત્યા કરી નાખી છે. હવે હું પણ આપઘાત કરી રહ્યો છું. અમે પૂછ્યું કે હાલ તમે કઈ જગ્યાએ છો તો તેણે કરણપરા રોડ ખાતે આવેલી હોટલ નોવામાં હોવાનું જણાવ્યું હતું."

પ્રેમ સંબંધની જાણ ન હતી

મૃતક ધ્રુવાના પિતાએ વધુમાં જણાવ્યુ હતુ કે, "શા માટે જેમિશ આ પ્રકારનું પગલું ભર્યું તેની કોઈ જાણ નથી. મારી દીકરીએ જેમિશ સાથે પ્રેમ સંબંધની ઘરે કોઈને જાણ કરી ન હતી. જેમિશ તેનો મિત્ર હોવાની ચર્ચા ઘરે થતી હતી પરંતુ પ્રેમ સંબંધ હશે તેની જાણ ન હતી. અમારી માંગ છે કે અમારી દીકરીની હત્યા કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે."

આધાર કાર્ડમાં જન્મનું વર્ષ અલગ

મૃતક ધ્રુવા જોષીના બે આધાર કાર્ડ સામે આવ્યા છે. એક આધાર કાર્ડમાં મૃતકનો જન્મ 2003માં દર્શાવવામાં આવ્યો છે. જ્યારે બીજા આધાર કાર્ડમાં મૃતકનો જન્મ 2005માં દર્શાવવામાં આવ્યો છે. જોકે, આ મામલે પરિવાર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે. હોટલના સંચાલકોએ પણ આ મામલે ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો: રાજકોટની હોટલમાંથી યુવતીની લાશ મળતા ચકચાર

યુવતીની સાચી જન્મ તારીખ કઈ?

હોટલમાંથી મૃતક યુવતીના આધાર કાર્ડની જે ઝેરોક્ષ મળી છે તેમાં યુવતીની જન્મ તારીખ ખોટી હોવાનો આક્ષેપ યુવતીના પરિવારજનોએ કર્યો છે. પરિવારના કહેવા પ્રમાણે યુવતીની સાચી જન્મ તારીખ 05-02-2005 છે. જ્યારે હોટલની ઝેરોક્ષમાં યુવતીની જન્મ તારીખ 05-02-2003 બતાવવામાં આવી છે. 2003ના વર્ષના જન્મ પ્રમાણે મૃતકની ઉંમર 19 વર્ષ જ્યારે 2005 પ્રમાણે ઉંમર 17 વર્ષ થાય છે. આથી આ મામલે પોલીસે ઊંડી તપાસ આદરી છે.

હોટલ સંચાલકનું નિવેદન

આ મામલે હોટલ નોવાના સંચાલકનું નિવેદન પણ સામે આવ્યું છે. સંચાલકના જણાવ્યા પ્રમાણે હોટલમાં રોકાયેલા યુવકનો ભાઈ દોડી આવ્યા બાદ મામલાની જાણ થઈ હતી. હોટલ ખાતે યુગલોને આધાર કાર્ડના આધારે પ્રવેશ આપવામાં આવે છે. અઠવાડિયે હોટલમાં 10-12 કપલ આવતા હોય છે. અમે આધાર કાર્ડ સાથે કોઈ છેડછાડ નથી કરતા. અમને જે પુરાવો આપ્યો હતો તેના આધારે હોટલમાં રૂમ આપવામાં આવ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Hotel, આત્મહત્યા, ગુનો, રાજકોટ, હત્યા

આગામી સમાચાર