રાજકોટઃ GIDCના ક્લાસ વન અધિકારી હિતેન્દ્ર પરમાર પાસે મળી રૂ.1 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત

News18 Gujarati
Updated: October 21, 2020, 11:36 PM IST
રાજકોટઃ GIDCના ક્લાસ વન અધિકારી હિતેન્દ્ર પરમાર પાસે મળી રૂ.1 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત
અધિકારીની તસવીર

પ્રાથમિક તપાસમાં હિતેન્દ્ર પરમાર અને તેમના પરિવારના સભ્યોની મિલકત સંબંધી બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા.

  • Share this:
રાજકોટઃ શહેરની GIDCના એક્ઝિક્યુટીવ એન્જિનિયર (Executive engineer) હિતેન્દ્ર પરમાર પાસેથી 1 કરોડ 3 હજાર 939 રૂપિયાની અપ્રમાણસરની મિલકત (Disproportionate property) મળી આવતા ACBએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટ (Rajkot) GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ)ના એક્ઝિક્યુટીવ એન્જિનિયર અને હાલ અધિક્ષક ઈજનેર વર્ગ-1ના અધિકારી વિરૂદ્ધ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર પાસેથી તપાસ કરવા અંગે મંજૂરી મળી હતી.

પ્રાથમિક તપાસમાં હિતેન્દ્ર પરમાર અને તેમના પરિવારના સભ્યોની મિલકત સંબંધી બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા. જેમાં કાયદેસરની આવક 3 કરોડ 59 લાખ 90 હજાર 77 રૂપિયા છે અને તેમનો ખર્ચ અને રોકાણ 4 કરોડ 59 લાખ 94 હજાર 16 રૂપિયા તપાસમાં જાણવા મળ્યો છે.

જેમાં 1 કરોડ 3 હજાર 939 રૂપિયાની અપ્રમાણસરની મિલકતો વસાવ્યાનું જાણવા મળતા હિતેન્દ્ર પરમાર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13(બી) તથા 13 (2) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો Gold-Silverની નવી કિંમતો, હજી ભાવ વધવાનું અનુમાન

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ જીવે છે વૈભવી ઠાઠથી જિંદગી
અમદાવાદ શહેરમાં હાલ એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને જેમાં ખાસ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur police station) કોલ સેન્ટરના 65 લાખનો તોડ કાંડ (call center bribe case) ચર્ચામાં છે. અને જેમાં એક બાદ એક નવો ખુલાસો સામે આવી રહ્યો છે. આ મામલો એટલો ગંભીર બન્યો છે હતો કે dgp દ્વારા તપાસ ક્રાઈમ બ્રાન્ચના (crime branch) ACP ને સોંપવા માં આવી હતી.આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! કુરકુરેની લાલચ આપી ભાણીને ખેતરમાં લઈ જઈ મામાએ દુષ્કર્મ બાદ કરી હત્યા, સ્થળ ઉપરથી કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! 'લલ્લાને મારી નાંખ્યો છે, હવે હું આત્મહત્યા કરી રહ્યો છું' ભાણાની હત્યા કર્યા બાદ મામાનો આપઘાત

ACP દ્વારા PSI અને 2 કોન્સ્ટેબલની પૂછપરછ કરવામાં આવી છે. અને હવે અન્ય અધિકારીઓને પણ બોલાવવામાં આવી શકે છે. જોકે આ તપાસ દરમિયાન હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલને DCP ઝોન-1 દ્વારા તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે. અને જેમાં કંઈ નવું થાય તેવી વાત સામે આવી રહી છે.મહત્વની વાત તો એ છે કે આટલો મોટો તોડ થયેલો હોય અને અધિકારીને ખ્યાલ ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. જેથી તમામ અધિકારી ગોઠવણમાં લાગી ગયા હોય તેવી પણ ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે 2 કોન્સ્ટેબલનું નામ આ તોડ કાંડમાં સામે આવી રહ્યું છે. તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ તો એક IPSની જેમ લાઈફ સ્ટાઈલ ધરાવે છે અને મોંઘી કાર લઈને પોલીસ સ્ટેશન આવે છે.
Published by: ankit patel
First published: October 21, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading