રાજકોટ: યુવતી આજીજી કરતી રહી, હવસખોરો ના માન્યા, કૌટુંબિક ભાઈએ જ મિત્રો સાથે મળી ગુજાર્યો સામુહિક બળાત્કાર

રાજકોટ: યુવતી આજીજી કરતી રહી, હવસખોરો ના માન્યા, કૌટુંબિક ભાઈએ જ મિત્રો સાથે મળી ગુજાર્યો સામુહિક બળાત્કાર
રાજકોટમાં યુવતી સાથે સામુહિક બળાત્કારની ઘટના સામે આવી -(પ્રતિકાત્મક તસવીર)

નૈમિષ રિક્ષાની પાછળની સીટ કાઢી યુવતીને ઢોળા પર લઇ ગયો હતો. ત્યાં બળજબરીથી સુવડાવી બળાત્કાર ગુજાર્યો હતો

  • Share this:
રાજકોટમાં મિત્ર અને યુવતીના કૌટુંબિક ભાઈ દ્વારા જ બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે. યુવતી દ્વારા તેના મિત્ર પાસે ઉછીના પૈસા માંગ્યા હતા જે પૈસા લેવા માટે યુવતીના મિત્રએ ઘરની બાજુમાં બોલાવી હતી અને રિક્ષામાં બેસાડી બીજી જગ્યા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો, બાદમાં યુવતીના સગાને પણ બોલાવ્યો હતો, તેણે પણ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો.

આ મામલે યુવતી દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તે પિતા સાથે રહે છે અને પ્રાઇવેટ નોકરી કરે છે. ૨૨ ફેબ્રુઆરીના રાતે પૈસાની જરૂર હોઇ મિત્ર નૈમિષ સોલંકીને અગાઉ વાત કરી હતી, જેથી તેણે ફોન કરી પૈસા માંગ્યા હતાં. યુવતીને મિત્ર પાસેથી રૂ. ૪૦૦ હાથ ઉછીના લેવાના હતાં. તેણે પૈસા લેવા માટે પોતે જ્યાં રહે છે એ કવાર્ટરના ચોકમાં રોડ પર આવી જવા અને પોતે રિક્ષામાં બેઠો હોવાનું કહ્યું હતું. યુવતી ત્યાં જતાં રિક્ષામાં નૈમિષ સાથે બીજો એક શખ્સ પરિમલ સોલંકી પણ હતો.



નૈમિષે કહેલુ કે, તું રિક્ષામાં બેસી જા, આગળ જઇને પૈસા આપુ છું, જેથી યુવતી બેસી ગઇ હતી. એ પછી રિક્ષા આસપાસના રોડ પર ફેરવી હતી અને ત્યારબાદ ઢોળા તરફ લઇ ગયા હતા, જ્યાં નૈમિષ રિક્ષાની પાછળની સીટ કાઢી યુવતીને ઢોળા પર લઇ ગયો હતો. ત્યાં બળજબરીથી સુવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પરિમલે યુવતીના કૌટુંબીક સગા હિતેષ રાઠોડને ફોન કરીને બોલાવતાં તે આવ્યો હતો. તે પણ રિક્ષાની પાછળની સીટ કાઢી મને ઢોળા પર લઇ ગયો હતો અને તેણે પણ બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતી આજીજી કરતી હતી અને ના પાડતી હતી છતાં માન્યો નહોતો. મારની બીકે યુવતી કંઇ બોલી શકી નહોતી. ત્યારબાદ હિતેષે યુવતીને બીજીવાર બળજબરીથી ઢોળા પર લઇ ગયો હતો અને બળજબરી કરી હતી. ફરીથી હિતેષ રિક્ષા રાખી હતી ત્યાં લાવ્યો હતો પરંતુ નૈમિષ રિક્ષા લઇને જતો રહ્યો હતો. પરિમલ ત્યાં હાજર હતો જે પછી હિતેષ અને પરિમલ યુવતીને બાઈક પર બેસાડી ઘર પાસે ઉતારી ગયા હતાં.

સમગ્ર ઘટના અંગે કોઇને વાત નહિ કરવાની પણ યુવતીને ધમકી આપવામાં આવી હતી. જોકે હવે બે દિવસ પહેલા યુવતીએ તેના બીજા મિત્ર શૈલેષ સોઢા અને પોતાના ભાઈને સમગ્ર બનાવની વાત કરી હતી, જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. હાલ યુવતીની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય આરીપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:August 28, 2020, 22:12 pm

ટૉપ ન્યૂઝ