આજરોજ જ્યારે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર વિશ્વભરમાં મહાત્મા ગાંધીને તેમના નિર્વાણ દિન (Gandhi Nirvan Din) નિમિતે યાદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શું આપ જાણો છો કે ગાંધીજીની હત્યાના (Attempt Of Killing Gandhiji) ચાર જેટલા પ્રયાસ થયા હતા. જે પૈકી એક હત્યાનો પ્રયાસ રાજકોટમાં થયો હતો . ગાંધીજીને ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ભૂતકાળના ગર્ભમાં જઈએ તો ખ્યાલ આવે એ કઈ રીતે નાનો સરખો એવો બાળ મોહન કે જેને પોતાના પરિવારમાં લાડથી મોનીયો કહીને બોલાવવામાં આવતો હતો. તેજ મોનિયો તેજ મોહન ગુલામીમાં જીવી રહેલા ભારત દેશને આઝાદી અપાવશે તે કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન હતું.
ગાંધીજી સાત વર્ષના હતા ત્યારે પોરબંદર થી રાજકોટ આવ્યા હતા રાજકોટમાં તેમણે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેમણે મેટ્રિકની પરીક્ષા પણ પાસ કરી હતી જેમાં તેમણે 39.6% ટકા ગુણ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે ભાવનગર ગયા હતા.
મહાત્મા ગાંધીજી ના પિતા કરમચંદ ગાંધી રાજકોટના રાજવી બાવજીરાવ બાપુ ના સમયમાં દિવાન તરીકે નિમણૂક પામ્યા હતા. દિવાન હોવા છતાં વર્ષો સુધી તેમને રાજકોટમાં એક પણ મકાન કે જમીન ખરીદ કરી નહોતી ત્યારે બાવજીરાવ બાપુ ના કહેવાના કારણે મોહનદાસ ના પિતા કરમચંદ ભાઈ આજનો જે કબા ગાંધીનો ડેલો કહેવાય છે તે ખરીદી કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ : ત્રણ દીકરીઓના પિતાએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો, 'કર્મભૂમિ જ બની મરણ ભૂમિ'
આ એજ ઘર હતું જેમાં ગાંધીજીએ સત્ય અહિંસા સહિતની પ્રતિજ્ઞાઓ લીધી હતી ગાંધીજીના જીવન પર હરિશ્ચંદ્ર રાજા પરના નાટક તેમજ શ્રવણના નાટકની ધીર ગંભીર અસરો પડી હતી જે તેમના માનસ પટ પર કાયમી માટે અંકિત થઈ ગઈ હતી. રાજકોટ એક એવું શહેર છે કે જ્યાં ગાંધીજીએ કડા ની ચોરી કરી હતી જે બાદ તેમને તે મામલે પોતાના પિતાને પત્ર પણ લખ્યો હતો માસ પણ ખાધું હતું વેશ્યા ને ત્યાં મુલાકાતે પણ ગયા હતા તો સાથે જ રાજકોટમાં વકીલાતની પ્રેક્ટિસ પણ કરી હતી તેમ જ તેમના બે સંતાનોના જન્મ પણ રાજકોટમાં થયા હતા.
આઝાદીની લડત માટે તો ક્યારેક દેશી રજવાડાઓના અન્યાય સામે ગાંધીજીએ કોઈક જગ્યાએ સત્યાગ્રહ કરવાની ફરજ પડી હતી તો કોઈ જગ્યાએ ઉપવાસ કરવાની ફરજ પડી હતી ત્યારે રાજકોટની અંદર પણ ગાંધીજીને પાંચ દિવસના ઉપવાસ કરવાની ફરજ પડી હતી. જે તે સમયે રાજકોટ રાજ્યના દીવાન તરીકે વીરા વાળા હતા વીરા વાળાના સમય દરમિયાન રાજકોટ રાજ્યની પ્રજા ખૂબ સરસ હતી અનેક જાતના કરવેરા હતા તો સાથે જ કાર્નિવલ નામની કંપનીને જે તે સમયે જુગાર રમવાની મંજૂરી આપવામાં આવી હતી. આમ રાજકોટ રાજ્યમાં જુગારના હાટડા ઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા હતા.
આ સમયે રાજકોટ રાજ્ય અને મહાત્મા ગાંધીજીના સંબંધો ખૂબ સારા હતા ત્યારે 28 ફેબ્રુઆરીના રોજ મહાત્મા ગાંધીજી રાજકોટ આવ્યા હતા. રાજકોટ રાજ્ય તરફથી તેમને રાજ અતિથિ તરીકે પધારવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું પરંતુ રાજકોટ રાજ્યનું આમંત્રણ સ્વીકારીને ગાંધીજી અન્યત્ર જગ્યાએ રહ્યા હતા. રાજકોટમાં ગાંધીજીએ 3 માર્ચથી લઈ 7 માર્ચ 1939 સુધી ઉપવાસ કર્યા હતા.
આ પણ વાંચો : દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટના સ્થળેથી મળ્યો પત્ર, પોલીસ તપાસમાં લાગી
આ ઉપવાસ કાર્યક્રમ દરમિયાન એક અઘટિત ઘટના પણ બની હતી. ગાંધીજીના જીવન દરમિયાન તેમના ઉપર હત્યાના કુલ ચાર પ્રયાસો થયા હતા જે પૈકી એક પ્રયાસ રાજકોટમાં પણ થયો હતો ઉપવાસ સમયગાળા દરમિયાન ગાંધીજી રાજકોટની રાષ્ટ્રીય શાળામાં હતા એ જ રાષ્ટ્રીય શાળા છે કે જ્યાં ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા. ત્યારે ગાંધીજી રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના ખંડમાં રોજ સાંજે પ્રાર્થના પણ કરતા હતા ત્યારે રાજકોટની રાષ્ટ્રીય શાળાની બહાર 500 જેટલા તલવાર ધારી લોકો ગાંધીજી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની હત્યા કરવા માટે આવી પહોંચ્યા હતા.

રાજકોટની રાષ્ટ્રીય શાળાની ફાઇલ તસવીર
જોકે આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ રાજકોટની રાષ્ટ્રીય શાળામાં નહોતા કારણ કે તેઓ કોઈ કામ અંતર્ગત રાજકોટના સીમાડા ના આજુબાજુના ગામ ના પ્રવાસે ગયા હતા. આ સમયે ગાંધીજીના આજુબાજુના સત્યાગ્રહીઓએ ગાંધીજીને રાષ્ટ્રીય શાળાના પાછળના દરવાજેથી નાસી જવાની સલાહ આપી હતી. ત્યારે આ સમયે અન્ય સત્યાગ્રહીઓને ગાંધીજીએ જણાવ્યું હતું કે જો હું ડરીને પાછળથી ભાગી જઈશ તો મારી અહીંસા લાજશે. જેના કારણે તેઓ પાછલા બારણે નહીં પરંતુ આગળના બારણે થી જ રાષ્ટ્રીય શાળાની બહાર નીકળવાનો નિર્ણય કર્યો ત્યારે આ સમયે તેમના બચાવમાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટ : આંગડિયાની બહાર ચોરી કરતી કુખ્યાત નાયડુ ગેંગ ઝડપાઈ, 11 ગુના કબૂલ્યા, પોલીસ ન પકડી પાડે માટે રચતા ગજબનો પ્લાન
હરિસિંહ ગોહિલ અને ચંદ્રસિંહ ભાડવા નામના બે વ્યક્તિઓ આપણને વ્યક્તિઓએ ખુલ્લી તલવાર સાથે સામે ઊભા રહેલા 500 જેટલાં તલવારધારી ઓના ટોળાને સરેઆમ કહી દીધું કે તમારે જો ગાંધીજીની હત્યા કરવી હોય તો સૌપ્રથમ તમારે અમારી હત્યા કરવી પડશે અને ગાંધીજી પર અમે એક આંચ પણ નહી આવવા દઈએ.
માર્ચ મહિનાની અંદર ગાંધીજી રાજકોટથી પરત ફરી ગયા હતા પરંતુ 17મી મે 1939ના દિવસે તેમણે જાહેર કર્યું હતું કે તેમની રાજકોટમાં હાર થઈ છે. ગાંધીજીએ પોતાના મુખપત્ર હરિજન બંધુમાં પોતાનું દુ:ખ દર્શાવ્યું હતું. તેમણે હરિજન બંધુમાં એક લેખ લખ્યો હતોસ 'હું હાર્યો' નામના શીર્ષકથી. ગાંધીજીએ લેખમાં લખ્યું હતું કે, 'હું રાજકોટમાં આશાની ટાઢી ઠારીને નીકળ્યો છું. મારી અહિંસાની આવી કસોટી અગાઉ કદી મેં નથી જોઈ હું ખાલી હાથે ભાંગેલ દેહ અને આશા ઉમેદ દફનાવીને નીકળ્યો છું. રાજકોટ મારા માટે જીવનની અણમૂલી પ્રયોગશાળા નીવડ્યું છે કાઠિયાવાડની રાજ ખટપટે મારી ધીરજની બુરી કસોટી કરી છે.'