રાજકોટ : જે રીતે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ઘરોમાં જુગાર રમતા હોવાનું સામે આવે છે, ત્યારે રાજકોટના એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમાતો હતો અને ત્યાં અચાનક પોલીસ આવી પહોંચી હતી, પોલીસને જોતાજ જુગારીઓમાં નાસભાગ થઈ હતી અને ત્રણ જેટલા જુગારીઓ દીવાલ કુદયા હતા.
જોકે દીવાલ કુદનાર ત્રણેય જુગારીઓ દીવાલ કૂદતી સમયે નીચે પટકાયા હતા અને તેમને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ પણ વાંચો -
અમદાવાદ : પરીણિત યુવતીના એક-તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને બદનામ કરવા ના કરવાનું કામ કરી બેઠો
ઘટનાની વિગત એવી છે કે, શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા રાજપેલેસ એપાર્ટમેન્ટ પાછળ કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પોલીસને બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. અચાનક પોલીસ આવી પહોંચતા જુગારીઓમાં નાસભાગ થઈ ગઈ હતી જેમાંથી પોલીસથી બચવા ત્રણ જેટલા જુગારીઓએ દોટ મૂકી હતી અને દીવાલ તરફ ભાગ્ય હતા.
દીવાલ કૂદતા સમયે ત્રણ જુગારીઓ નીચે પડ્યા હતા અને નાની મોટી ઇજાઓ પણ થઈ હતી જેથી ત્રણેય ઇજાગ્રસ્ત જુગારીઓની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ત્રણેય જુગારીઓની પૂછપરછમાં ત્રણેય પરસાણાનગરમાં રહેતા પ્રકાશ ધનજીભાઇ પુરબિયા, સિદ્ધાર્થ બચુભાઇ સોલંકી, વિમલ ભીમજીભાઇ પૂજારા હોવાનું જણાવ્યું હતુ. જોકે હવે આ ત્રણેય જુગારીઓની હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.