રાજકોટ : જુગારધામના સંચાલકની ચોંકાવનારી કબૂલાત, lOCKDOWNમાં બેરોજગાર થતા શરૂ કર્યો 'બે નંબરનો ધંધો'

રાજકોટ : જુગારધામના સંચાલકની ચોંકાવનારી કબૂલાત, lOCKDOWNમાં બેરોજગાર થતા શરૂ કર્યો 'બે નંબરનો ધંધો'
જુગારીઓને ક્રાઇમ બ્રાન્ટે રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ટોકન પદ્ધતિથી રમાતો હતો જુગાર, જોકે, આરોપી વિક્ટિમ કાર્ડ રમી રહ્યો હોય તેવી શક્યતા પણ પૂરેપૂરી. અનેક લોકોએ રોજગાર ગુમાવ્યા ત્યારે અન્ય વિકલ્પ વિચારવાના બદેલ સાહિલે શોર્ટકર્ટ પકડા સાણસામાં

  • Share this:
રાજકોટ : હાલ માં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એપર્ટમેન્ટ માં જુગાર રમતા જુગરીઓને ઝડપી પાડયા હતા. શહેરના જાગનાથ પ્લોટ શેરી નં.૨૨માં આવેલા પુષ્કર એપાર્ટમેન્ટમાં એક શખ્સ જુગાર રમાડતો હોવાની ક્રાઇમ બ્રાંચને  બાતમી મળતા પોલીસ ની ટીમે એપાર્ટમેન્ટના બ્લોક નં.8/2માં પહેલા માળે ફલેટમાં દરોડો પાડી ટોકન ઉપર તીન પતીનો જુગાર રમતા ફલેટ માલિક સાહીલ દિલીપભાઇ તન્નાના ઘરમાં દરોડા પાડયા હતા. જોકે,  રાજકોટ પોલીસના દરોડામાં ક્લબ શરૂ કરી દેનારા સાહિલે જણાવ્યું હતું કે આ કારસ્તાન શરૂ કરવાનું કારણ તેની બેરોજગારી છે. સાહિલે કબૂલાત કરી કે લોકડાઉનમાં તેનો રોજગાર ઠપ થઈ ગયો હતો અને

પરસાણા સોસાયટી શેરી નં.૩ ના ધીરૂ મનજીભાઇ કોરાટ, તીરૂપતીનગર શેરી નં.2ના કમલેશ જીવણભાઇ પરમાર, જીવણ બેચરભાઇ પરમાર, આજીડેમ ચોકડી, સત્યમ પાર્ક શેરી નં.1માં રહેતા હસમુખ મગનભાઇ પીત્રોડા, મોરબી રોડ ઓમ શાંતિ પાર્કના પ્રફુલ લીલારામભાઇ નિમાવત, કેવડાવાડી મેઇન રોડ-2ના કિશોર મગનભાઇ ઠક્કર, અને કેવડાવાડીના સોનલબેન નટવરલાલભાઇ વરસાણીને પકડી લઇ રૂપિયા 34,630 રોકડ તથા સાત મોબાઇલ મળી રૂપિયા 53,630 નો મુદામાલ કબ્જે કર્યો હતો.આ પણ વાંચો :  જામનગર : મચ્છુ માતાજીના દર્શને જતા ભરવાડ પરિવારનો અકસ્માત, ત્રણ વ્યક્તિનાં કરૂણ મોત, મંગળવાર બન્યો અમંગળ

પોલીસે જુગાર રમાળનાર શકશ ની પૂછપરછ કરતા તેને ચોંકાવનારું કારણ આપ્યું હતું. લોકડાઉન ખુલ્યા બાદ કામ ધંધો ન મળતા સાહીલ તન્નાએ જુગાર રમાડવાનું શરૂ કર્યુ હોવાનું જાણવા મળ્યુ છે તે અગાઉ માણાવદરમાં મારામારીના ગુનામાં પકડાયો હતો તથા કમલેશ, જીવણ અને પ્રફુલ અગાઉ જુગારના ગુનામાં પકડાઇ ચૂકયા છે.

આ પણ વાંચો : સુરત : જીવતી દીકરીને કિરણ હૉસ્પિટલે મૃત જાહેર કરી, ડિસ્ચાર્જ આપતા મોત,પરિવારના ગંભીર આક્ષેપો

મહત્વનું છે કે જે રીતે લોકડાઉન બાદ અનલોક થયું તે સમયે ઘણા બધા વેપાર ધંધામાં ખૂબ મોટો ફટકો પડ્યો છે તો ઘણા લોકોએ પોતાની નોકરી પણ ગુમાવી પડી છે ત્યારે અત્યાર સુધી એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ધંધો રોજગાર નહિ ચાલતા આપઘાત કરી લીધો હોય પણ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા જુગાર ના દરોડામાં સંચાલક ને લોકડાઉન બાદ કોઈ ધંધો રોજગાર નહિ મળતા જુગાર રમડવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ જુગાર રમાડનાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બીજી તરફ જુગાર રમાડનાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો જુગાર રમનાર માંથી પણ અમુક શકશો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
Published by:Jay Mishra
First published:December 22, 2020, 20:38 pm

ટૉપ ન્યૂઝ