Home /News /kutchh-saurastra /

રાજકોટઃ હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં ઝડપાયું જુગારધામ, 10 શકુનિયો પકડાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત

રાજકોટઃ હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં ઝડપાયું જુગારધામ, 10 શકુનિયો પકડાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત

અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટના (Rajkot) યાજ્ઞિક રોડ પર આવેલ હોટેલ ઇમ્પીરિયલ પેલેસ (Hotel Imperial Palace crashed) વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે (rajkot crime branch) સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી યાજ્ઞિક રોડ પર આવેલ હોટલ ઇમ્પીરિયલ પેલેસમાથી જુગારધામ (gambling caught in imperial palace hotel) ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હોટલના મેનેજર (Hotel manager) રિસેપ્શનિસ્ટ સહિત કુલ 12 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ હાલ જુગાર ધામનું સંચાલન કરનારા 2 સંચાલકો સહિત કુલ 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થળ પરથી 10,24,000થી વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. જ્યારે કે, આરોપીઓની ફોર્ચ્યુનર કાર તેમજ સફારી કાર પણ કબજે કરવામાં આવી છે.

Rajkot crime news: ક્રાઈમ બ્રાન્ચ (rajkot crime branch) દ્વારા હોટલના મેનેજર (Hotel manager) રિસેપ્શનિસ્ટ સહિત કુલ 12 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ હાલ જુગાર ધામનું સંચાલન કરનારા 2 સંચાલકો સહિત કુલ 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટના (Rajkot) યાજ્ઞિક રોડ પર આવેલ હોટેલ ઇમ્પીરિયલ પેલેસ (Hotel Imperial Palace crashed) વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે (rajkot crime branch) સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી યાજ્ઞિક રોડ પર આવેલ હોટલ ઇમ્પીરિયલ પેલેસમાથી જુગારધામ (gambling caught in imperial palace hotel) ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હોટલના મેનેજર (Hotel manager) રિસેપ્શનિસ્ટ સહિત કુલ 12 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ હાલ જુગાર ધામનું સંચાલન કરનારા 2 સંચાલકો સહિત કુલ 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થળ પરથી 10,24,000થી વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. જ્યારે કે, આરોપીઓની ફોર્ચ્યુનર કાર તેમજ સફારી કાર પણ કબજે કરવામાં આવી છે.


સમગ્ર મામલે dcp પ્રવિણકુમાર મીણા દ્વારા પ્રેસ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ ગઢવી અને તેમની ટીમના પીએસઆઇ એમ. એમ. ઝાલા તેમજ મહેશભાઈ મંઢ, સંજયભાઈ ચાવડા તેમજ જગદીશભાઈ વાંક ને ગુપ્ત રાહેથી બાતમી મળી હતી કે, યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ ઇમ્પેરિયલ પેલેસમાં નરેન્દ્રસિંહ જાડેજા તેમજ વિપુલભાઈ બેચરા નામના વ્યક્તિઓ જુદી જુદી વ્યક્તિઓને બોલાવી રૂમ નંબર 605માં જુગાર રમાડી રહ્યા છે. તેમજ તેઓએ સોહીલ કોઠીયા નામના વ્યક્તિનું આધાર કાર્ડ આપી રૂમ બુક કરાવ્યો છે.


સમગ્ર મામલે જુગારધામ સંચાલકો દ્વારા હોટલના મેનેજર જોન કુરીયા કોશનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારબાદ મેનેજર દ્વારા રિસેપ્શનિસ્ટ પ્રીતિબેન પટેલ ને ફોન કરી સાહિલ કોઠીયા નામના વ્યક્તિ ના ઓળખ પત્ર પરથી રૂમ બુક કરવા જણાવ્યું હતું. આમ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં તેમજ આરોપીઓની પૂછપરછમાં હોટલના મેનેજર તેમજ રિસેપ્શનિસ્ટ ની પણ ગુનાના કામે મદદગારી સામે આવી છે.


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે પૈકી કેટલાક આરોપી લોધીકા, રાજકોટ શહેર, જેતપુર તેમજ મોરબીના હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હોટલના 605 નંબરના રૂમમાં તીનપતીનો જુગાર રમાઇ રહ્યો હતો.


દરેક રાઉન્ડ દીઠ સંચાલકો 500 રૂપિયા નાલ તરીકે ઉઘરાવતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ બપોરે 03:30 વાગ્યે આસપાસ રૂમ બુક કરાવ્યો હતો. જો કે આરોપીઓ સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાંચ વાગ્યા સુધીમાં પહોંચી ચૂકી હતી.


Dcp પ્રવિણકુમાર મીણાએ પ્રેસ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જરૂર જણાશે તો હોટલના માલિકની પૂછપરછ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પૂર્વે જ હોટેલ ઇમ્પેરિયલ પેલેસ વિવાદમાં સપડાઇ હતી.


એક યુવતી હોટલના છઠ્ઠા માળે રૂમ નંબર 605 માં અશ્લીલ ડાન્સ કરી રહી હોય તે પ્રકારનો વીડિયો કોઈ વ્યક્તિએ બનાવ્યો હતો. જે બાબતની તપાસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ એ ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી.


જ્યારે કે હોટલના અન્ય મેનેજરને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ માટે બોલાવવા માં આવ્યો હતો. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં હોટેલના અન્ય મેનેજરે હોટલમાં ચાલતા જુગારધામ અંગે કંઈ પણ ખબર ન હોવાનું રટણ રટ્યું હતું. તેમજ હોટલમાં રૂમ બુક કરાવ્યા બાદ લોકો રૂમમાં શું કરે છે તે અંગે હોટલ સ્ટાફ ધ્યાન ન રાખતો હોવાનું જણાવ્યું હતું.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati News News, Rajkot News

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन