રાજકોટ : 'મારા ભોળપણનો ખૂબ લાભ ઉઠાવ્યો, હવે આરામ કરવો છે', બિલ્ડરના ત્રાસથી મિસ્ત્રીનો આપઘાત


Updated: February 14, 2020, 3:00 PM IST
રાજકોટ : 'મારા ભોળપણનો ખૂબ લાભ ઉઠાવ્યો, હવે આરામ કરવો છે', બિલ્ડરના ત્રાસથી મિસ્ત્રીનો આપઘાત
ઇન્સેટ તસવીરમાં પ્રથમ મૃતક રાકેશભાઈ અને કેસરી શર્ટમાં બિલ્ડર જમનભાઈની ફાઇલ તસવીર

રાજકોટમાં ફર્નિચરનું કામ કરતાં રાકેશભાઈએ ત્રણ દિવસ પહેલાં આપઘાત કર્યો હતો. બિલ્‍ડરના ત્રાસને કારણે આપઘાત કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

  • Share this:
રાજકોટ : રાજકોટના ગોકુલધામ રોડ પર રહેતાં અને ફર્નિચરનું કામ કરતાં રાકેશભાઈએ ત્રણ દિવસ પહેલા ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં બિલ્ડર જમનભાઈ કનેરિયા ત્રાસ આપ્વતા હોવાનું સામે આવ્યું છે. રાકેશભાઈએ બિલ્ડર જમનભાઈનું ફર્નિચરનું કામ રાખ્‍યું હતું. ફર્નીચર કામ માટે રાકેશભાઈએ માલ પણ બજાર માંથી બાકીમાં ખરીદ કર્યો હતો. જોકે બિલ્‍ડરે કામની કિંમત વધી ગઇ છે તેમ કહી મજૂરીના કે માલના પૈસા ન આપી ટોર્ચર કરતાં રાકેશભાઈએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાને લઈને રાકેશભાઈના પત્નીએ બિલ્ડર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા મૃતક રાકેશભાઈ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે બાદમાં પોલીસ બિલ્ડરની પણ ધરપકડ કરી છે.

અંતિમ ચિઠ્ઠીમાં પત્ની-પુત્રો અને સુરતના ડાયમંડકિંગને યાદ કર્યા


'સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી. હું રાકેશ જિંદગીથી કંટાળી આ પગલું ભરૂં છું. હું ખૂબ જ થાકી ગયો છે. હવે આરામ કરવા માંગું છું. બસ. બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો. મને ગલત ના સમજતા. એક બે કામમાં ફસાઈ જતા નુકશાન થયું છે. જમનભાઈ વ્રજપેલેસનું 1,40,000નું કામ રાખેલને બે સવા બેનો હિસાબ થાય છે. હવે ટોર્ચર કરે છે વાત થઈ નથી. કામની એનાથી કામ વધી ગયું. મેં કોઈ વસ્તુની ના નથી પાડી. ઠીક છે.'

મૃતક રાકેશભાઈએ એક ભાવુક અંતિમ ચિઠ્ઠી લખી અને મોતને વ્હાલું કરી લીધું હતું.


બ્રિજેશ-તેજસ મમ્મીનું ધ્યાન રાખજો એમને દુ:ખી થવા દેતા નહીં
બ્રિજેશ-તેજસ મમ્મીનું ધ્યાન રાખજો એમને દુ:ખી થવા દેતા નહીં. મને માફ કરશો આ રીતે જઈ રહ્યો છું. ભાઈ આનંદ માફ કરજે. છોકરાવનું ધ્યાન રાખજે. હું કોઈ દિવસ સારો ભાઈ, પતિ કે દીકરો ન થઈ શક્યો, હું ગલત નથી પણ મારા નસીબ સારા નથી.

આ પણ વાંચો : વડોદરા : બગલામુખી મંદિરના ઢોંગી ધર્મગુરૂનો પર્દાફાશ, પાખંડીના ગોરખધંધાનો ભાંડો ફૂટ્યો

શિવલેમિનેટ અશોકભાઈ મારા ભાઈથી વિશેષ

શિવલેમિનેટ અશોકભાઈ મારા ભાઈથી વિશેષ મારૂં રાખ્યું નથી. અશોકભાઈ માફ કરશો. તમને હવે જવાબ દેતા થાકી ગયો છું. તમે બોલ્યા નથી પરંતુ જરૂરથી વધારે તમારો ઉપયોગ કર્યો છે. હું કોઈ દિવસ ટાઇમ પર પૈસા આપી ન શક્યો. મને માફ કરશો. તમારા જેવી વ્યક્તિ આ દુનિયામાં નહીં થાય. અશોકભાઈ મને માફ કરશો મારી પાસે બીજો રસ્તો નથી.

રાજકોટના પોલીસ કમિશનર સાહેબ..

રાજકોટના પોલીસ કમિશનર સાહેબ મનોજ અગ્રવાલ સાહેબ તમને વિનંતી કે મારા પરિવારને કોઈ હેરાન ન કરે. જેને પૈસા આપવાના છે તેને આપી દિધેલ છે. વધારે પૈસા મારા ગયા પછી મારા પરિવારને આપવા માટે કોઈ હેરાન કરે બસ. રાજકોટના તમામ ઉદ્યોગપતિ તેમજ સેવાકીય સંસ્થાને અપીલમારા પરિવારનું તેમજ મોટા છોકરાને ભણાવવા મદદ કરશો.

આ પણ વાંચો :  પુલવામા હુમલાની વરસી : મોરબીના યુવાન ભામાશાએ શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી

પાટીદાર ધાણાદાર અનિલભાઈ મારા પરિવારનું ધ્યાન રાખજો

પાટીદાર ધાણાદાર અનિલભાઈ મારા પરિવારનું ધ્યાન રાખજો. મોટો છોકરો ભણવામાં હોશિયાર છે તેને મદદ કરજો. તમે ખૂબ સેવાકીય પ્રવૃતિ કરો છો. તમને ભલામણ કરું છું. મને માફ કરજો.

શોભા મને માફ કરી દેજે, જેમ રે છે એમ જ રેજે

શોભા મને માફ કરી દેજે, જેમ રેછે એમ જ રેજે. મારી પાછળ કોઈ વિધિન કરતા. કોઈ ખોટા પૈસાનો ખર્ચ ન કરતા. પેરવા ઓઢવામાં પણ જેમ અત્યારે રે છે એમ જ રેજે.

આ પણ વાંચો : સુરત : કોર્પોરેટર બન્યા લેડી સિંઘમ, BRTSના રૂટમાં સ્વીંગ ગેટ માટે ધરણા પર ઉતર્યા, ચાલકોનો ઉઘડો લીધો

ડાયમંડ કિંગ સવજીભાઈ મહેશ ભાઈ તમારો મોટે ફેન છું

મૃતક પાસેથી મળી આવેલી અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે 'ડાયમંડ કિંગ સવજીભાઈ, મહેશભાઈ તમારો બહું મોટો ફેન છું. તમારી જેમ બિઝનેસ કરવો હતો પણ નસીબે સાથ ન આપ્યો, સફળતા ન મળી. તમને રિક્વેસ્ટ કરૂં છું. મારા પરિવારની મદદ કરશો.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading