ચાંદીના રથમાં તલવાર સાથે નીકળશે રાજા મનોહરસિંહની અંતિમયાત્રા, 9 બંદૂકની અપાશે સલામી

News18 Gujarati
Updated: September 28, 2018, 8:11 AM IST
ચાંદીના રથમાં તલવાર સાથે નીકળશે રાજા મનોહરસિંહની અંતિમયાત્રા, 9 બંદૂકની અપાશે સલામી
સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પાર્થિવદેહને અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે, ત્યારબાદ ચાંદીના રથમાં તલવાર સાથે દાદાની અંતિમયાત્રા નીકળશે.

સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પાર્થિવદેહને અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે, ત્યારબાદ ચાંદીના રથમાં તલવાર સાથે દાદાની અંતિમયાત્રા નીકળશે.

  • Share this:
છેલ્લા ઘણા સમયથી બિમાર રાજકોટના રાજવી મનોહરસિંહજીનું 83 વર્ષે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી અલઝાઇમરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. પેલેસ ખાતે જ ડોક્ટરની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી જો કે તે કારગર નીવડી ન હતી. પરિવારના તમામ સભ્યોને રાજકોટ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે. સવારે 8 વાગ્યેથી 10 વાગ્યા સુધી મનોહરસિંહજીના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ  રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષે નિધન, આવી હતી રાજકીય કારકિર્દી

9 ગનથી આપવામાં આવશે સલામી

ગુરુવારે રાતે રાજકોટના રાજવી મનોહરસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ રોયલ પેલેસ ખાતે જ અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ ઘણા સમયથી અલઝાઇમર નામની બિમારીથી પીડિત હતા. પરિવારના તમામ સભ્યોને રાજકોટ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે. ત્યારે અંતિમવિધિની ક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજવી મનોહરસિંહને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપવામાં આવશે. જેમાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પાર્થિવદેહને અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે, ત્યારબાદ ચાંદીના રથમાં તલવાર સાથે દાદાની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રા પહેલા રણજીત વિલાસ પેલેસ ખાતે 9 ગનની સલામી આપવામાં આવશે. આ અંતિમયાત્રા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી, ઢેબરરોડ થઇ ત્યાંથી ત્રિકોણબાગ લાખાજીરાજ પ્રતિમા ખાતે આશીર્વાદ મેળવી હાથિખાના થઇ રામનાથપરા સ્મશાન ખાતે લઇ જવામાં આવશે.

આ પણ વાંચોઃ  રાજકોટના એવા રાજા જેણે લખ્યા છે કાવ્ય અને આત્મકથા, લોકો પ્રેમથી કહેતાં 'દાદા'

ચીમનભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીની સરકારના સમયમાં મનોહરસિંહજી જાડેજાનો દબદબો હતો. દેશના અનેક મોટાં નેતાઓ સાથે તેમના સંબંધો રહ્યા છે. કોંગ્રેસની સરકારમાં તેઓ નાણામંત્રી અને આરોગ્ય મંત્રી રહી ચુક્યા છે. ગુજરાત કોંગ્રેસમાં 1980થી 1990ના દાયકામાં તેમનો દબદબો હતો.મનોહરસિંહજીનો જન્મ 18મી નવેમ્બર, 1935ના રોજ રાજકોટ ખાતે આવેલા રણજીત વિલાસ પેલેસમાં થયો હતો. મનોહરસિંહજીને લોકો 'દાદા' કહીને સંબોધતા હતા. દાદાએ રાજકોટમાં જ આવેલી રાજકુમાર કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. મનોહરસિંહજીના લગ્ન માનકુમારી દેવી સાથે થયા છે.
First published: September 27, 2018
વધુ વાંચો
अगली ख़बर