Home /News /kutchh-saurastra /

રાજકોટઃ ઇંધણના ભાવ આસમાને પહોંચતા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો સહારે

રાજકોટઃ ઇંધણના ભાવ આસમાને પહોંચતા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો સહારે

ઇંધણના ભાવ આસમાને પહોંચતા લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો સહારે

પેટ્રોલ-ડીઝલના(Petrol-diesel) ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં હવે લોકો પેટ્રોલ-ડીઝલના(Petrol-diesel) ધરખમ ભાવથી કંટાળી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન(Public transportation) તરફ વળ્યા હોવાનું સામે આવ્યું છે

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ(Rajkot) : દેશભરમાં(Nationwide) પેટ્રોલ-ડીઝલના(Petrol-diesel) ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં હવે લોકો પેટ્રોલ-ડીઝલના(Petrol-diesel) ધરખમ ભાવથી કંટાળી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન(Public transportation) તરફ વળ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં માસિક અંદાજે 50 હજારથી વધુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ(More than 50,000 people use public transport) કરતા થયા હોવાનું સામે આવ્યું છે. જે રીતે પેટ્રોલ અને ડિઝલનાં ભાવ વધી(Prices rise) રહ્યા છે તે જોતા આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

    રાજકોટ શહેરમાં BRTS રૂટ પર 18 જેટલી ઈલેક્ટ્રીક મીની બસ કાર્યરત છે. જેમાં હાલ વીસથી બાવીસ હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે, સીટી બસ સેવામાં અંદર 91 જેટલી બસ કાર્યરત છે. જે બસોમાં રોજે 50 હજારથી પણ વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે. તેમજ વધતાં જતાં પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે સૌથી વધુ વિધાર્થી વર્ગ જાહેર પરિવહન તરફ વળ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

    આ પણ વાંચો: RTE હેઠળ પ્રવેશ માટે આનાકાની કરનાર શાળાની માન્યતા રદ થશે

    મનપા દ્વારા સંચાલિત બસ સેવાનાં જનરલ મેનેજર વાય.કે.ગૌસ્વામીનાં જણાવ્યા હતું કે, રાજકોટ શહેરથી શાપર વેરાવળ સુધી તેમજ રાજકોટથી મેટોડા જીઆઇડીસી સુધી. રાજકોટની જુદી જુદી કોલેજ સુધી સિટી બસ સેવા કાર્યરત છે. જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ રાજકોટ શહેરથી દૂર કામ કરનારા કર્મચારીઓ રાહત દરે બસ સેવાનો લાભ મેળવી આવન-જાવન કરી શકે છે. ત્યારે ફેબ્રુઆરીમાં સરેરાશ દિવસમાં 44,643 અને માર્ચમાં સરેરાશ 54,601 મુસાફરોએ મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot News, રાજકોટ

    આગામી સમાચાર