રાજકોટ : 14 વર્ષની દીકરીએ કહ્યું, 'હું કુંતી છું, મને સુર્યદેવના આશીર્વાદથી કર્ણ જેવો વીર પ્રતાપી પુત્ર પ્રાપ્ત થશે'

રાજકોટ : 14 વર્ષની દીકરીએ કહ્યું, 'હું કુંતી છું, મને સુર્યદેવના આશીર્વાદથી કર્ણ જેવો વીર પ્રતાપી પુત્ર પ્રાપ્ત થશે'
બીઆર ચોપરા નિર્મત ધારાવાહિક 'મહાભારત'માં કુંતી અને કર્ણ જન્મનું દૃશ્ય

માનસિક અસર : દીકરીએ મહાભારતની સીરીયલ જોયા બાદ તેણે મનથી વિચારી લીધું જ છે કે હું કુંતી છું અને મને પણ સૂર્યદેવ ના આશીર્વાદથી કર્ણ જેવો વીર અને પ્રતાપી પુત્રની પ્રાપ્તિ થશે પરિવાર મનોચિકિત્સા વિભાગ પાસે પહોંચ્યો

  • Share this:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University Survey)  મનોવિજ્ઞાન ભવન સમક્ષ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે અંતર્ગત ટીવીમાં કુંતીનું પાત્ર જોયા બાદ તરુણીને લાગ્યું હતું કે હું માતા બની અને મારી કૂખે કર્ણ જેવો દીકરો જન્મશે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન (Psychology) ભવન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે અંતર્ગત કોરોના મહામારી (Corona virus) શરૂ થયા બાદ જેલ lock down લાદવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્રમશઃ જે પ્રકારે ઓનલાઇન શિક્ષણ શરૂ થતા બાળકોમાં મોબાઈલ નો વપરાશ ક્રમશઃ વધવા પામ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ online અભ્યાસક્રમ ના નામે પોર્ન સાઈટ જોતા હોવાનું સામે આવ્યું હતું. જેનો રેશિયો 14% હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સમક્ષ એક ચોંકાવનારો કિસ્સો પહોંચ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના મસ્તરામ પુર ( નામ બદલાવેલ છે ) ની 14 વર્ષની સવિતા ( નામ બદલાવેલ છે ) નામની તરુણીને લઈને તેનો પરિવાર નવ જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન ખાતે પહોંચ્યો હતો.



આ પણ વાંચો :  રવિવારથી કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જવા માટે 8 ટ્રેન દોડશે,જાણી લો ક્યાં ક્યાંથી ઉપડશે ટ્રેન?

ત્યારે પરિવારે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો પાસે પોતાની કહાની જણાવતા કહ્યું હતું કે, દીકરીએ મહાભારતની સીરીયલ જોયા બાદ તેણે મનથી વિચારી લીધું જ છે કે હું કુંતી છું અને મને પણ સૂર્યદેવ ના આશીર્વાદથી કર્ણ જેવો વીર અને પ્રતાપી પુત્ર ની પ્રાપ્તિ થશે. ત્યારે સીરીયલ જોયા બાદ દીકરીની માસીક ક્રિયામાં પણ સમસ્યા આવી છે. એક જ પ્રકારના વિચારો વચ્ચે ગુસ્સાવાળો તેનો સ્વભાવ પણ થઇ ગયો છે. તો સાથે જ પરિવાર દ્વારા દીકરીનો મેડિકલ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો પરંતુ મેડિકલ રિપોર્ટમાં બધું સામાન્ય હોવાનું સામે આવ્યુ હતું.

આ પણ વાંચો :  રાજકોટ : આયુર્વેદિક સિરપના નામે નશાનો વેપલો? SOGએ 4 દુકાનમાં દરોડા પાડી 825 બોટલ કબ્જે કરી

ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડોક્ટર ધારા દોશી અને ડિમ્પલ રામાણી દ્વારા દીકરીને સમજાવવામાં આવી હતી તેનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. તો સાથે જ જણાવવામાં આવ્યું હતું કે સીરીયલ માં આવતી દરેક બાબતો રિયલ લાઇફમાં શક્ય હોતી નથી. ત્યારે હાલ દીકરી નું દરરોજ ફોન પર કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:January 17, 2021, 06:51 am

ટૉપ ન્યૂઝ