રાજકોટ : બહારથી આવતા લોકોના કારણે ગામડામાં કોરોનાનું જોખમ, એક જ પરિવારના ચાર પોઝિટિવ


Updated: June 19, 2020, 11:43 AM IST
રાજકોટ : બહારથી આવતા લોકોના કારણે ગામડામાં કોરોનાનું જોખમ, એક જ પરિવારના ચાર પોઝિટિવ
પ્રતિકાત્મક તસવીર

ગોંડલના વસાવાડ ગામનો ચિંતાજનક કિસ્સો, અન્ય ગામોમાં પણ સાવચેતી રાખવા જેવી બાબત

  • Share this:
કોરોના નો કહેર જે રીતે દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટ જીલા માં કોરોના ના કેસ માં પણ અવિરત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરી વાત કરી એ તો રાજકોટ ના ગોંડલ તાલુકા માં આજે કોરોના બૉમ્બ ફૂટ્યો છે તાલુકા ના વસાવડ ગામે કોરોના ના 4 કેસ આવતા તંત્ર માં દોડ ધામ મચી ગઇ હતી
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે મુંબઈ થી આવેલ એકજ પરિવાર ના 4 સભ્યો ને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો.

ગત 18 ના રોજ મુંબઈ થી ગોંડલ પોહચી રિપોર્ટ કરાવી સબંધી ને ત્યાં ગોંડલ રોકાયા હતા. બાદ માં વાસાવડ તેમના ઘરે પોહચ્યા હતા ત્યાં તેમને હોમ કોરન્ટાઇન કરાયા હતા. મોડી રાત્રે પતિ પત્ની અને 2 બાળકો સહિત ચારેય ને પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેમને ત્યાંથી સારવાર માટે ખસેડાયા હતા.

આ પણ વાંચો :  Gujarat Rajyasabha Election LIVE : CM રૂપાણીનું નિવેદન, 'કૉંગ્રેસ ગઈકાલથી હાર ભાળી ગઈ છ, ભાજપ ત્રણેય બેઠકો જીતશે'

આ પણ વાંચો :  Gujarat Rajyasabha election 2020 : ચાર બેઠકો પર BJP-કૉંગ્રેસના આ પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનેગોંડલના વાસાવડ ગામે એક જ પરિવારના ચારેય લોકો ને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્ક માં આવેલ તમામ ને કોરન્ટાઇન કરવા તજવીજ હાથ ધરાય હતી. તંત્ર દ્વારા વાસાવડ રહેતા વિસ્તાર ને સેનેટાઈઝ કરવા માં આવેલ.અને હેલ્થ વિભાગ ની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ જિલ્લામાં જે કેસ કોરોનાવાયરસ ના સામે આવી રહ્યા છે તે દર્દીઓ પૈકી મોટાભાગના દર્દીઓ ની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અમદાવાદ અથવા મુંબઈ હોવાનુ સામે આવે છે
First published: June 19, 2020, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading