Home /News /kutchh-saurastra /રાજકોટ: ઓફિસરને માર મારવાના મામલે પૂર્વ-MLAની ધરપકડ

રાજકોટ: ઓફિસરને માર મારવાના મામલે પૂર્વ-MLAની ધરપકડ

    રાજકોટ: રીબડામાં ફોરેસ્ટ અધિકારીઓ પર હિચકારા હુમલા ના કેસમાં પોલીસે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સહિત 2 લોકોની ધરપકડ કરી છે.

    મહત્વનું છે કે થોડા દિવસો પહેલા  રિબડા ખાતે IFS ઓફિસરને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. અને તે મામલે ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી. જે મામલે પોલીસે  પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની  ધરપકડ કરી છે આ સાથએ જ અન્ય 2 વ્યક્તિની ધરપકજ કરવામાં આવી છે. જો કે આ  પહેલા પોલીસે 1 શખ્સની ધરપકડ કરી હતી.

    શું હતો સમગ્ર મામલો?

    ફોરેસ્ટ અધિકારીઓ લઘુશંકા કરવા જતાં પૂર્વ ધારાસભ્ય અને અધિકારીઓ વચ્ચે બબાલ  થઈ હતી . આ ઘટના ત્યારે બની કે જ્યારે રિબળા ગામમાં હાઈવે પર આવેલા પેટ્રોલપંપ પર ફોરેસ્ટના અધિકારીઓની બસ ડિઝલ પુરાવી રહી હતી. તે દરમિયાન પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેના ત્રણ સાગરીતોએ ફોરેસ્ટના અધિકારીઓ પર હુમલો કર્યો હતો.

    ઘટનાની વિગત અનુસાર જ્યારે પેટ્રોલપંપ પર ફોરેસ્ટના અધિકારીઓની બસ ડિઝલ પુરાવી રહી હતી. તે દરમિયાન કેટલાક અધિકારીઓ બસમાંથી નીચે ઉતર્યા હતા. અને બાજુમાં આવેલા મકાન પાસે લઘુશંકા કરતા હતા. જેને લઈને મહિપતસિંહ અને ફોરેસ્ટ અધિકારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેના ત્રણ સાગરીતોએ સ્કોર્પિયો કાર દ્વારા અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ સાથે જ લાકડી વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને અધિકારીઓને ઈજા પહોંચી હતી. આ ઝઘડામાં કુલ 4 અધિકારીઓ ઘાયલ થયા હતા. જેમાં એક અધિકારીને માથાના ભાગે ઇજા થઇ છે. જેથી તેને સારવાર માટે  દિલ્લી ખસેડવામાં આવ્યા  હતા.

    મહત્વનું છે કે ફોરેસ્ટ ખાતાના 47 અધિકારીઓ ભારત દર્શન કરવા નીકળ્યા હતા. જે તેમની ડ્યુટીનો એક ભાગ માનવામાં આવે છે. ત્યારે  પોલીસે પેટ્રોલપંપ પરના સીસીટીવી કબ્જે  કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
    First published:

    Tags: રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો