Home /News /kutchh-saurastra /

રાજકોટ: આવાસ યોજના માટેના ફોર્મનું વિતરણ 1લી જુલાઈથી શરૂ થશે

રાજકોટ: આવાસ યોજના માટેના ફોર્મનું વિતરણ 1લી જુલાઈથી શરૂ થશે

પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનનારી આ આવાસમાં કુલ ૨૧૭૬ આવાસોનું બાંધકામ કરવામાં આવશે.

    રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMAY હેઠળ બનનારી સ્માર્ટ ઘર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મ વિતરણ 1લી જુલાઇથી થી ૩૧ જુલાઇ દરમ્યાન રાજકોટ આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની તમામ શાખા પરથી કરવામાં આવશે.

    આધારભૂત સુત્રોનાં જણાવ્યા મુજબ, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ઘરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ઘર–EWS-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે.

    રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની વિવિધ શાખાએથી તારીખ: ૦૧-૦૭-૨૦૧૯ થી ૩૧-૦૭-૨૦૧૯ દરમ્યાન આ યોજના માટેના અરજીપત્રકો મેળવવાના તથા ભરેલા અરજીપત્રકો પરત કરવાના રહેશે. ફોર્મની કિંમત રૂ.૧૦૦/- રહેશે.

    પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનનારી આ આવાસમાં કુલ ૨૧૭૬ આવાસોનું બાંધકામ કરવામાં આવશે. દરેક આવાસની કીમત રૂપિયા ૦૩.૦૦ લાખ રાખવામાં આવી છે, જેમાં એક રૂમ, હોલ, કિચન, તથા સંડાસ-બાથરૂમની વ્યવસ્થા હશે.

    ઉપરાંત વધુમાં આકર્ષક એલીવેશન, વિશાલ પાર્કિંગ, અગ્નિ શમન તથા લીફ્ટની વ્યવસ્થા પણ આપવામાં આવશે. આ આવાસ માટે બેન્કો દ્વારા સરળતાથી લોન કરી આપવામાં આવશે તેમજ ૧૦૦ % દસ્તાવેજ કરી આપવામાં આવશે.

    આ આવાસ યોજનાના ફોર્મ માત્ર બેંક મારફત જ વિતરણ કરવામાં આવશે, તેમ પણ મ્યુનિ. કમિશનર બંછાનિધીએ જણાવ્યું હતું.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: EWS, RMC, ગુજરાત, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन