રાજકોટઃ અત્યારે વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો હોવાની અનેક ફરિયાદો પોલીસને મળતી રહે છે. વ્યાજખોરો સામે પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના (Women corporators of Congress) પતિ સામે ફરિયાદ મળતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot crime branch) તેમની ધરપકડ કરી હતી. આરોપીએ શહેરના એક વ્યક્તિને પાંચ ટકા માસિક વ્યાજ લેખે 5 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, વ્યાજ ભરપાઈ ન કરતા આરોપીએ બળજબરી ફ્લેટનો કબજો લેવાની કોશિશ કરી હતી. જેના પગલે પીડિતે આરોપી સામે રાજકોટ પોલીસમાં (rajkot police) ફરિયાદ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર પોલીસ દ્વારા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિની ધરપકડકરવામાં આવી છે. વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાના પતિ મયુર સિંહ જાડેજાને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ફરિયાદ મળી હતી કે, શહેરના કોઠારિયા રોડ પર રહેતા તેમજ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ મયુર સિંહ જાડેજાએ પાંચ લાખ રૂપિયા પાંચ ટકાના માસિક વ્યાજ આપ્યા હતા.
આ પણ વાંચોઃ-અમાદાવાદના સોલાના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ 'તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી'
જે વ્યાજની રકમ ભરપાઈન થતા, મયુર સિંહ જાડેજા દ્વારા ફરિયાદી જતીનભાઈ શેઠ પાસેથી બળજબરીપૂર્વક તેમના ફ્લેટનો કબજો મેળવ્યો હતો. જે બાબતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મયુર સિંહ જાડેજાની ધરપકડ કરી તેમની પુછપરછ પણ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ-દાહોદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, બર્થડેના દિવસે જ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ
આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ, વિરમ દેસાઈની ધરપકડ
પૂછપરછ દરમિયાન મયુર સિંહ જાડેજા દ્વારા કબજો કરવામાં આવેલા ફ્લેટમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવતું હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલતાં પોલીસે ઇમોરલ ટ્રાફિક હેઠળ વધુ એક ગુનો નોંધી આરોપી મયુર સિંહ જાડેજાની ધરપકડ કરી હતી.
ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના ડીસીપી ઝોન વન પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, મયુરસિંહ જાડેજા વિરુદ્ધ છેલ્લા 20 વર્ષમાં મારામારી, ખૂનની ધમકી, હુમલો, બોગસ દસ્તાવેજ ઉભો કરવા, ચોરીનો માલ ખરીદવા ઉપરાંત અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.