કોરોના પછી પહેલીવાર આફ્રિકાના 100થી વધુ ખેડૂત વેપારીઓ રાજકોટ આવશે, સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે કરાર કરશે

કોરોના પછી પહેલીવાર આફ્રિકાના 100થી વધુ ખેડૂત વેપારીઓ રાજકોટ આવશે, સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે કરાર કરશે
આફ્રિકાના ખેડૂત વેપારીની તસવીર

આફ્રિકન દેશોના ડેલીગેશનો અને ખેડૂતો આગામી 19થી 21 તારીખ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેતરો અને ખેતીના સાધનો બનાવતા ઉદ્યોગોની મુલાકાત લેશે.

  • Share this:
રાજકોટઃ સૌરાષ્ટ્ર (saurashrtra) વ્યાપાર ઉદ્યોગ મહામંડળ (Business Industry Corporation) દ્વારા 19થી 21 માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય વેપાર મેળો (International trade fair) યોજાશે. આ મેળામાં કોરોના પછી પહેલીવાર આફ્રિકાના 100થી વધુ ખેડૂત વેપારીઓ (Farmer merchants) રાજકોટ આવશે. જેમાં આ સંમેલનમાં કૃષિ ક્ષેત્રના અનેક કરારો થશે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરાએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સમગ્ર વિશ્વ ચીનની વસ્તુ ખરીદવાનું ટાળી રહ્યું છે અને સમગ્ર વિશ્વની નજર રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ મંડાઈ છે.

રાજકોટ એ મિનિ ચાઈના હોવાથી સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, આઈટી, મશીનરી પ્રોડક્ટમાં તમામ જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી જ આફ્રિકન દેશોમાંથી ખેડૂતો, વેપારીઓ સૌરાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા છે. સામાન્ય રીતે રાજકોટમાં દર વર્ષે રૂ. 500 કરોડનો ખેતીક્ષેત્રમાં વેપાર થાય છે.1 આફ્રિકામાં ખેતી માટે પૂરતી જમીન છે અને ખેડૂતોની સંખ્યા ઓછી છે.
2 જમીનમાં રાસાયણિક ખાતર, દવાનો વપરાશ થતો નહીં હોવાથી ઓર્ગેનિક છે.
3 ખેતી માટે ત્યાં ટેક્નોલોજીનો વપરાશ ઓછો થાય છે, સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે ટેક્નોલોજીની જાણકારી છે.
4 આફ્રિકામાં ઉત્પાદિત થતી પ્રોડક્ટ માટે પૂરતું માર્કેટ મળી રહે છે.આ કારણે થાય છે કરાર.

આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

બીજી તરફ સૌરાષ્ટ્રમાં ખેતીને લગતા ઔજારો તૈયાર થાય છે તેની માંગ આફ્રિકામાં વધુ રહેલી છે. ત્યારે આફ્રિકામાં અનેક ગુજરાતીઓ ખેતીની જમીન લીઝ પર ભાડે રાખીને ખેતી કરી રહ્યા છે. આગામી પાંચ વર્ષમાં આફ્રિકામાં ગુજરાતના ખેડૂતો માટે કૃષિ ક્રાંતિ સર્જવાની ઉત્તમ તક ઉભી થઇ છે. આફ્રિકાના વેપારીઓ પણ ચાઇનાને બદલે સૌરાષ્ટ્ર સાથે વેપાર કરવા થનગની રહ્યા છે.

આ પણ વાંચોઃ-હાથ ચાલાકી કી તો કમ્પલેન કરુંગી,' પાવાગઢ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે મારામારીનો live video

આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

આફ્રિકન દેશોના ડેલીગેશનો અને ખેડૂતો આગામી 19થી 21 તારીખ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેતરો અને ખેતીના સાધનો બનાવતા ઉદ્યોગોની મુલાકાત લેશે. આફ્રિકન દેશોમાં ખેતીની જમીન પુષ્કળ છે ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ઉત્તમ તક ઉભી થશે.રાજકોટ વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા દર વર્ષે આ પ્રકારે અંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર યોજય છે જેમાં વેપારને લગતી ઘણી તકો પણ સર્જન થાય છે અને રાજકોટ સૌરાષ્ટ્ર ના વેપાર ઉદ્યોગને સીધો કે આડકતરી રીતે વેગ મળે છે.
Published by:ankit patel
First published:March 07, 2021, 22:06 pm

ટૉપ ન્યૂઝ