Home /News /kutchh-saurastra /

ઇતિહાસમાં પહેલીવાર અખાત્રીજે રાજકોટમાં સોની બજાર સુમસામ, કરોડોનો વેપાર ઠપ

ઇતિહાસમાં પહેલીવાર અખાત્રીજે રાજકોટમાં સોની બજાર સુમસામ, કરોડોનો વેપાર ઠપ

પ્રતિકાત્મક તસવીર

આજે અખાત્રીજના શુકનવંતા અવસરે સોનીબજાર બંધ છે. ઇતિહાસમાં પહેલીવાર અક્ષય તૃતીયા પર્વે ઝવેરીબજાર બંધ રહી છે.

રાજકોટઃ લોકડાઉન (lockdown) વચ્ચે આજે અખાત્રીજના (Akhatrij) દિવસે રાજકોટની સોની બજાર બંધ રહી હતી. આજે અખાત્રીજના શુકનવંતા અવસરે સોનીબજાર બંધ છે. ઇતિહાસમાં પહેલીવાર અક્ષય તૃતીયા પર્વે ઝવેરીબજાર બંધ રહી છે.

લોકડાઉનને કારણે ઝવેરીબજાર છેલ્લા એક મહિનાથી વધુ બંધ છે ત્યારે ગઈકાલે કેટલીક શરતો સાથે દુકાનો ખોલવાની છૂટછાટ આપવામાં આવતા સોનીબજાર પણ ખુલી રાખી શકાશે તેવા આશાવાદ સાથે બજાર ખોલવા નિર્ણંય લેવાયો હતો. જોકે મોડી સાંજે સ્પષ્ટિકરણ થતા સોનીબજાર નહીં ખોલવા નિર્ણય કરાયો હતો.

આમ આજે અક્ષય તૃતીયાના અવસરે સોનીબજાર ઇતિહાસમાં પહેલીવાર બંધ રહી છે અને શુકનવંતી ખરીદી અટકી પડતા કરોડોનો વેપાર ઠપ્પ થયો છે. સોના ચાંદીની ખરીદી માટે અક્ષય તૃતીયા ઉત્તમ અવસર હોવાનું મનાય છે.

આ શુભ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરે છે. અક્ષય તૃતીયાના અવસરે સોની બજાર સોળે કળાએ ખીલી ઉઠે છે. અવનવા આભુષણોના ઝળહળાટ સાથે અદભુત કલા વૈભવ પથરાઈ છે પરતું લોકડાઉનને કારણે સોનીબજાર બંધ રહી છે.ઉલ્લેખનીય છે કે રાજકોટની સોની બજાર સોના ચાંદીની ડીઝાઇન ને કારણે દેશ વિદેશમાં જાણીતી છે ત્યારે અહી દરરોજ કરોડો રૂપિયાનું ટનઅવર થતું હોઈ છે .

પરંતુ આજે સોનું ખરીદવા ખુબ શુકનવંતો દિવસ હોવા છતાં પણ સોની બજાર બંધ રહી હતી અને લોકો સોનું ખરીદી શક્ય નો હતા તો સાથે જ વેપારીઓ પણમુહુર્ત સાચવી શક્ય નો હતા. જે રીતે સરકારે દુકાનો ખોલવાની છૂટ આપી હતી જેમાં જવેલર્સ ની દુકાનોનો સમાવેશ થતો ના હતો જેથી સોની બજાર ના વેપારીઓના એસોસીએશન દ્વારા દુકાનો નહિ ખોલવાનો નિર્ણય લેવાયો હતો.
Published by:ankit patel
First published:

Tags: Akhatrij, Lockdown

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन