રાજકોટમાં સવારે 8થી બપોરનાં 4 કલાક સુધી જ થશે ફૂડ પાર્સલની હોમ ડિલિવરી


Updated: May 21, 2020, 3:43 PM IST
રાજકોટમાં સવારે 8થી બપોરનાં 4 કલાક સુધી જ થશે ફૂડ પાર્સલની હોમ ડિલિવરી
પ્રતિકાત્મક તસવીર

આજે સવારે 118 ફુડ ડિલીવરી બોયને કાર્ડ આપવામાં આવ્યાં છે

  • Share this:
રાજકોટ: સમગ્ર ગુજરાતભરમાં લૉકડાઉન પાર્ટ 4 અંતર્ગત ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. જે અંતર્ગત રેસ્ટોરન્ટ તેમજ હોટલ, ઢાબા ખોલવાની પણ છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટછાટ લૉકડાઉન પાર્ટ-1, પાર્ટ-2 અને પાર્ટ 3માં આપવામાં નહોતી. ત્યારે આ અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે.  તેમણે જણાવ્યું છે કે, રેસ્ટોરન્ટ તેમજ હોટેલ દ્વારા માત્ર આઠથી ચાર વાગ્યા સુધી જ હોમ ડિલિવરી આપવામાં આવશે.

સ્વીગી, ઝોમેટો તથા રેસ્ટોરન્ટના માલિકો દ્વારા ડિલિવરી બોય માટે જરૂરી આધાર રજુ કર્યે હેલ્થ કાર્ડ આપવામાં આવશે. તા. 21-05-2020ના રોજ સવારે 118 ફુડ ડિલીવરી બોયને કાર્ડ આપવામાં આવ્યાં છે. હેલ્થ કાર્ડ આપવાની સાથે સાથે નીચે મુજબની સુચનાઓ આપવામાં આવી.

આ પણ વાંચો - રાજ્યમાં 171 સગર્ભા મહિલા કોરોના સંક્રમિત, ડિલિવરીનાં પાંચ દિવસ પહેલા કરાવવામાં આવે છે ટેસ્ટ

•      ફુડ ડિલીવરીનો સમય સવારે 08 વાગ્યાથી સાંજે 04 વાગ્યા સુધીનો રહેશે.
•      ફુડ ડિલીવરી બોયએ માસ્ક તથા ગ્લોવ્ઝ ફરજીયાત પહેરવાના રહેશે.
•      હેલ્થ કાર્ડ જે વ્યક્તિના નામે ઈશ્યુ થયેલ હોય તે વ્યક્તિ જ ઉપયોગ કરી શકશે.•      ફુડ પાર્સલ સિવાય અન્ય કોઈપણ વસ્તુની ડિલિવરી માટે આ કાર્ડનો ઉપયોગ કરી શકશે નહિ.
•      હેલ્થ કાર્ડ અચૂક સાથે રાખવાનું રહેશે.
•      ફુડ ડિલીવરી માટે ઉપયોગમાં લેવામાં આવતું કન્ટેઈનર દરેક ડિલીવરી કર્યા બાદ ફરજીયાત સેનીટાઈઝ કરવાનું રહેશે.
•      ફુડ પાર્સલ કરવા માટે ફરજીયાત ડિસ્પોઝેબલ વસ્તુનો ઉપયોગ કરવાનો રહેશે.
•      સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

આ પણ જુઓ - 
First published: May 21, 2020, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading