રાજકોટ : આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Manoj Agarwal) દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે, જે કોઈપણ વ્યક્તિ રાજકોટ શહેર(Rajkot City)ની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તેના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે.
આવતીકાલે બંધને લઈને રાજકોટ શહેરમાં વહેલી સવારના સાત વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આવતીકાલે વહેલી સવારના સાત વાગ્યાથી રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો પર તેમજ રાજકોટ શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસીપી સહિત ઉપરની રેન્ક ના 15 જેટલા અધિકારીઓ, પીઆઇ પીએસઆઇ કક્ષાના 100 જેટલા અધિકારીઓ તેમજ શહેર પોલીસના 2000 જેટલા જવાનો તેમ જ એસઆરપીની ચાર ટૂકડીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે તો સાથે જ ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ વજ્ર જેવા વાહનો દ્વારા શહેરભરમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સાહેબ ની તમામ સૂચનાનું સ્પષ્ટ પણે પાલન પણ કરવામાં આવશે.
બેંક, હોટેલ કે રેસ્ટોરન્ટ? 8 ડિસેમ્બરે 'ભારત બંધ'ના એલાનમાં શું ખુલ્લુ રહેશે અને શું બંધ?
તો બીજી તરફ આવતી કાલના બંધ ને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વેપારીઓ, કારખાનેદારો, યાર્ડ સાથે સંકળાયેલા લોકો ને બંધ ના સમર્થન માં જોડાવાની અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી વૈષ્ણવે ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આવતીકાલના ભારત બંધને ચેમ્બર ઓફ કોમર્સ નું કોઈ જ સમર્થન નહિ. ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલ તમામ સભ્યો ભારત બંધને સમર્થન નહીં આપે આવતીકાલે તમામ વેપાર ધંધા રોજગાર ખુલ્લા રહેશે.
સુરેન્દ્રનગર: 25 વર્ષની હેમાને બળેદેવભાઈ સાથે આંખ મળી ગઈ, લગ્નના 6 વર્ષ બાદ કર્યો આપઘાત
તો બીજી તરફ કિસાન બિલ મામલે આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા એવી ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લાના પ્રમુખ દિલીપ સખીયા દ્વારા બંધને સમર્થન નહીં આપવાની જાહેરાત કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં દિલીપ સખીયા એ જણાવ્યું હતું કે, આંદોલનના નામે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. કાયદો રદ કરવા નહીં પરંતુ તેમાં ફેરફાર કરવાનું આંદોલન કરવામાં આવતું હોય, તો તેને કિસાનસંઘ સમર્થન આપશે.
'જુદાઈ' ફિલ્મનો 'અનિલ કપૂર' બની ગયો યુવાન, પત્નીએ 10 લાખ રૂપિયામાં પતિનો સોદો કરી દીધો
આવતી કાલે બંધ મામલે સૌરાષ્ટ્ર એપીએમસીના પ્રમુખ અતુલ કામાણી દ્વારા બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડીકે સખિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે આવતીકાલે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ સહિત રાજકોટ જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડ શરૂ રહેશે હરરાજી સહિતની તમામ પ્રક્રિયાઓ પણ શરૂ રાખવામાં આવશે. આમ, વેપારીઓ કમિશન એજન્ટો દ્વારા બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે જ્યારે કે સત્તાધીશો દ્વારા બંધ ના સમર્થન મામલે સ્પષ્ટ જાકારો આપવામાં આવ્યો છે