રાજકોટ શહેર તેમજ જિલ્લામાં 11મી સપ્ટેમ્બરથી શરુ થશે RTE અંતર્ગત પ્રવેશનો પહેલો રાઉન્ડ


Updated: September 1, 2020, 5:33 PM IST
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં 11મી સપ્ટેમ્બરથી શરુ થશે RTE અંતર્ગત પ્રવેશનો પહેલો રાઉન્ડ
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનો મામલો હજુ પણ ચર્ચાની એરણે છે.

  • Share this:
રાજકોટ : છેલ્લા બે મહિનામાં ખાનગી શાળા (Private Schools)ઓ દ્વારા જે પ્રકારે ફીની ઊઘરાણી કરવામાં આવી રહી હતી તે મામલે વાલીમંડળ, NSUI, યુથ કૉંગ્રેસ અને અનેક સંસ્થાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. સરકારે ફી મામલે પરિપત્ર પણ બહાર પાડ્યો હતો પરંતુ આ મામલે ખાનગી શાળાઓની હાઇકોર્ટમાં જીત થઈ છે. આ બધાની વચ્ચે હવે રાઇટ ટુ એજ્યુકેશન (Right to Education) હેઠળ ગરીબ તેમજ મધ્યમ વર્ગીય બાળકોને ખાનગી શાળાઓમાં કોઈ ફી વગર પહેલા ધોરણમાં પ્રવેશ (Admission) મળવા જઈ રહ્યો છે. (આ પણ વાંચો : ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું : સાધ્વીનો શૌચક્રિયાનો વીડિયો વાયરલ કર્યો)

ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણ અધિકારી સી.એસ કૈલાએ જણાવ્યું હતું કે, શહેરની 471 ખાનગી શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ માટે 13,046 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી આઠ હજાર આઠસો જેટલા ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. જ્યારે ત્રણ હજારથી વધુ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ જિલ્લા પંચાયત હસ્તકની 504 ખાનગી શાળાઓમાં 2,855 જગ્યા પર 8,135 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી 4,150 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. આગામી 11મી સપ્ટેમ્બરે હેઠળ પ્રવેશનો પહેલો રાઉન્ડ જાહેર થશે.

આ પણ વાંચો : વિપક્ષી કોર્પોરેટરોએ 'ખાડા પૂજન' કર્યું, શાસકોને બાટલીમાં પૂરી 'સમાધી' આપી!

કોરોના ઇફેક્ટને કારણે ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓએ મેળવ્યો સરકારી શાળામાં પ્રવેશ

ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષે ખાનગી શાળાઓમાંથી 3000 જેટલા વિદ્યાર્થીઓએ સરકારી શાળા તેમજ ગ્રાન્ટેડ શાળામાં એડમિશન મેળવ્યું છે. બીજી તરફ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જો કોઈપણ વિદ્યાર્થીના વાલી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને પ્રવેશ મેળવવામાં આવ્યો હશે તો તેમનો પ્રવેશ રદ કરવામાં આવશે. સાથે જ વાલી વિરુદ્ધ ફોજદારી ગુનો પણ નોંધવામાં આવશે.
RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય અઢી મહિના મોડું શરૂ થશે

ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય જુલાઈથી શરૂ થઇ ચૂક્યું છે. મોટાભાગની શાળાઓમાં online શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 11 સપ્ટેમ્બર બાદ ખાનગી શાળામાં અભ્યાસ કરવાનો મોકો મળશે. આમ, તેનું શૈક્ષણિક કાર્ય અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ અઢી મહિના મોડું શરૂ થશે.
Published by: Vinod Zankhaliya
First published: September 1, 2020, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading