રાજકોટ: આઠ વર્ષની માસૂમનો દેહ પીંખનારો બે સંતાનનો પિતા એવો કિશોર તાવડે ઝડપાયો

રાજકોટ: આઠ વર્ષની માસૂમનો દેહ પીંખનારો બે સંતાનનો પિતા એવો કિશોર તાવડે ઝડપાયો
પોલીસના હાથે ઝડપાયેલો નરાધમ.

"હું ઘર પાસે રમતી હતી ત્યારે કિશોર મારી પાસે આવ્યો હતો. તે મને હાથ પકડીને પંચાયતની ઓફિસની બાજુમાં મેદાનમાં લઈ ગયો હતો. મેદાનમાં લઈ જઈ તેણે મને કહ્યું હતું કે તું અહીં સુઈ જા અને હું કહું તેમ કર."

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં બે સંતાનનાં પિતાએ આઠ વર્ષની માસૂમ દીકરીનો દેહ પીંખી નાખ્યાની ઘટના સામે આવી હતી. જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપી કિશોર કેશવભાઈ તાવડેની ધરપકડ કરી છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે IPCની કલમ 363, 376 (એ)(બી), તથા જાતિય ગુના સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે રાજકોટ શહેરના DCP મનોહરસિંહ જાડેજાએ એક પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંજકા ખાતે એક બાળકી પર મુંજકા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા મેદાનમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાના પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક અસરથી આરોપીને ગણતરીની કલાકોમાં પોતાના સકંજામાં લીધો હતો. ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવતા તેની ધરપકડ પણ કરી છે. આરોપીને સખતમાં સખત સજા મળે તે અંગે પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે, તેમ ડીસીપીએ જણાવ્યું હતું.આ પણ વાંચો: Gold Price Today: સોનું ફરી ચમક્યું, ચાંદીમાં પણ આવી જોરદાર તેજી, જાણો ભાવ

બનાવની વિગત જોઈએ તો રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંજકા ગામે કિશોર કેશુભાઈ તાવડે નામના શખ્સે આઠ વર્ષની બાળાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે પીડિતાના દાદીએ પોલીસને જણાવ્યું છે કે, બુધવારે 31મી માર્ચની રાત્રે નવ વાગ્યે હું મારા ઘરે હતી ત્યારે મારા પતિ સુઈ ગયા હતા. દીકરો તેના કામે ગયો હતો અને પુત્રવધૂ પણ કામ કરી રહી હતી.

આ પણ વાંચો: અનોખી પ્રેમગાથા: રાજસ્થાનના 82 વર્ષના વૃદ્ધને 50 વર્ષ જૂનો ઓસ્ટ્રેલિયન પ્રેમ ફરી મળ્યો

આ સમયે મારી આઠ વર્ષની પૌત્રી બહાર રમતી હતી. થોડો સમય થયા બાદ તે ઘરમાં પાછી ન આવતા હું તેની તપાસ કરવા નીકળી હતી. ખૂબ શોધવા છતાં મારી પૌત્રી મને મળી ન હતી. રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ તે ઓચિંતી દોડતી મારી પાસે આવી હતી. તેને જોતા તેની સાથે કઈક અજુગતું બન્યું હોઈ તેવું લાગ્યું હતું. તેના કપડાં અને વાળ ધૂળથી ભરેલા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: પોલીસકર્મીના પત્નીને ફેરિયાએ કહ્યુ, 'શું લેવું છે? ચાલ મારી સાથે ફરવા'


મેં તેને શું થયું તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે હું ઘર પાસે રમતી હતી ત્યારે કિશોર મારી પાસે આવ્યો હતો. ત્યારબાદ તે મને હાથ પકડીને પંચાયતની ઓફિસની બાજુમાં મેદાનમાં લઈ ગયો હતો. મેદાનમાં લઈ જઈ તેણે મને કહ્યું હતું કે તું અહીં સુઈ જા અને હું કહું તેમ કર. આમ કહીને તેણે મને સુવડાવી દીધી હતી. ત્યારબાદ તેને મારા કપડાં કાઢી નાખ્યા હતા. તેણે મારી સાથે ખરાબ કરતા મને દુઃખાવો થવા લાગ્યો હતો. મેં બૂમ પાડતા તેણે મારું મોઢું પોતાના હાથથી દાબી દીધું હતું.
Published by:Vinod Zankhaliya
First published:April 02, 2021, 15:01 pm

ટૉપ ન્યૂઝ