રાજકોટ : દીકરીની હત્યા કરી પોલીસ સ્ટેશને પહોંચ્યા પિતા, આખી રાત લાડકીને યાદ કરી લોકઅપમાં રડતા રહ્યા


Updated: August 7, 2020, 3:00 PM IST
રાજકોટ : દીકરીની હત્યા કરી પોલીસ સ્ટેશને પહોંચ્યા પિતા, આખી રાત લાડકીને યાદ કરી લોકઅપમાં રડતા રહ્યા
આરોપી પિતાએ દીકરીને કથિત રીતે માથામાં ધોકા મારતા તેનું મોત થયું હતું.

'હું રોજના 400-500 રૂપિયા કમાતો હતો છતાં મેં દીકરીની મોંઘાદટ એન્ડ્રોઇડ મોબાઇલ, અને એક્ટીવાની માંગણીઓ પુરી કરી હતી'

  • Share this:
ફરી એક વખત રંગીલું રાજકોટ રકતરંજિત બન્યું છે. આ વખતે હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ ખુદ જન્મદાતા પિતાએ જ કરી છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હત્યારા પિતાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય ઈલા નકુમ નામની યુવતીની તેના જ પિતાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.  ગુરૂવારના રોજ સવારના ભાગમાં યુવતીના પિતાએ યુવતીના માથાના ભાગે ધોકાનાં ચારથી પાંચ ઘા મારી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી.

સમગ્ર મામલાની પાડોશીઓને જાણ થતાં પાડોશી એ 108 મારફત ઇજાગ્રસ્ત મહિલાને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. તો બીજી તરફ પુત્રીને ગંભીર પ્રકારે ઈજા પહોંચાડી પિતા ગોપાલ નકુમ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. તો પોલીસ સ્ટેશને પહોંચતા પહેલા જુનાગઢ રહેતા પોતાના કૌટુંબીક ભાઈને સમગ્ર બનાવ અંગે જાણ પણ કરી હતી.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સૂત્રોનું માનીએ તો હત્યાના આરોપી એવા પિતા ગોપાલ નકુમ પોલીસ ઇન્સ્પેક્ટર વાળા પાસે ફૂટી ફૂટીને રડ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવતા આરોપી ગોપાલ ને પોલીસને જણાવ્યું હતું કે, 'હું રોજના માત્ર 400થી 500 રૂપિયા કમાઉ છું તેમ છતાં હું મારી એકની એક વહાલસોયી દીકરી ની તમામ માગણીઓ પૂર્ણ કરતો હતો તેની એકટીવા ની માગણી હોય કે પછી મોંઘા એન્ડ્રોઇડ ફોન ની માગણી હોય અમે તમામ માગણી પૂરી કરી છે. મને એમ હતું કે મારી દીકરી મારા ઘડપણની લાકડી બનશે મારા ઘડપણનો સહારો બનશે પરંતુ તેને અમારા જ વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન ફરદીન પાસે ગત 23 જુલાઇના રોજ જતી રહી હતી જે બાદ બન્ને સમાજના લોકો ભેગા થતાં 4 ઓગસ્ટના રોજ દીકરી પોતાના ઘરે પરત આવી હતી.'

આ પણ વાંચો :   અમદાવાદ : સગીરાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો, Photos-Video વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ

જોકે દીકરી પરત આવ્યા ના માત્ર 48 કલાક પણ નહોતા વિત્યા તેની મારા હાથે હત્યા થઈ ગઈ છે. ગોપાલ નકુમને પોતાના હાથે પોતાની જ દીકરીની હત્યા થયાનો અફસોસ એટલો હતો કે તેને પોલીસ સ્ટેશનમાં રાત્રે જમવાનું પણ ટાળ્યું હતું તો આખી રાત માત્રને માત્ર પોતાની દીકરીને યાદ કરતો કરતો રડતો રહ્યો હતો.
ગોપાલ ને પોલીસને જણાવ્યું હતું કે તેને અનેક વાર પોતાની દીકરીને ફરીદ સાથે લગ્ન ન કરવા તેમજ તેની સાથે કોઈ પણ જાતનો સંબંધ ન રાખવા સમજાવી હતી પરંતુ જ્યારે દીકરી માની નહીં ત્યારે તેની હત્યા કરવાની ફરજ તેને પડી હતી.

આ પણ વાંચો :  સુરત : સરકાર Coronaના ટેસ્ટના પૈસા ઉઘરાવે છે? ધનવંતરી રથે 450 રૂપિયાની રસીદ પકડાવી
Published by: Jay Mishra
First published: August 7, 2020, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading