Rajkot News : રાજકોટના (Rajkot Gondal) ગોંડલમાં એક અજીબો ગરીબ તેમજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્રીને પરણાવ્યા બાદ પિતાએ ઝેરી દવા પી પોતાની જીંદગીનો (Suicide) અંત આણ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ તાલુકાના મોવિયા (Moviya Gondla) ગામે રહેતા મુકેશભાઈ શાંતિલાલ ગોંડલીયા (Mukesh Gondaliya) નામના વ્યક્તિએ 25 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે સાંજના ચાર વાગ્યાના અરસામાં ઝેરી દવા પી (Attempted Sucide) આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીવાના કારણે મુકેશભાઈ ગોંડલીયા ને ગંભીર અસર થતાં તેને સારવાર માટે રાજકોટ શહેરની (Rajkot) સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા મુકેશભાઈ ગોંડલીયાએ અંતે દમ તોડતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મુકેશભાઈ ગોંડલીયાને સંતાનમાં એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. મુકેશભાઈ ગોંડલીયા ની પત્ની નું 10 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. ત્યારબાદ મુકેશભાઈ અને રિદ્ધિ બંને એકબીજાનો સહારો બની પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા.
ત્યારે મુકેશભાઈ ગોંડલીયાએ પુત્રી રિદ્ધિને મારી જિંદગીનું કંઈ નથી તેમ કહી એક મહિના પૂર્વે દીકરીના રાજકોટ ખાતે લગ્ન કર્યા હતા. ત્યારે દીકરી ને વળાવવા ના માત્ર એક મહિના બાદ મુકેશભાઈ ગોંડલીયાએ આત્મઘાતી પગલું ભરી લેતા નવોઢા દીકરી આજે પિતા ની પાછળ આંસુ સારી રહી છે.
સાત દિવસ અગાઉ પણ એક આપઘાત થયો હતો
ઉલ્લેખનીય છે કે સાત દિવસ અગાઉ જેતપુરમાં રહેતા સંજય મગનભાઈ મકવાણા નામના યુવકે લીમડાના વૃક્ષની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ મળશે પીએમ રૂમ ખાતે ખસેડી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે બેકારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે મકવાણા પરિવારના આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજતા મકવાણા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર