દર્દભરી કહાણી : માતાનું મોત થયું, પિતા ગાયબ, ઓવરબ્રિજ નીચે રહેતા 4 ભુલકા મળી આવ્યા

દર્દભરી કહાણી : માતાનું મોત થયું, પિતા ગાયબ, ઓવરબ્રિજ નીચે રહેતા 4 ભુલકા મળી આવ્યા
રાજકોટના આ બાળકોની કહાણી સાંભળીને રડી પડશો

એક જાગૃત નાગરિકે 1098 ચાઇલ્ડ લાઇનમાં ફોન કર્યો કે ચાર ભુલકાઓ કેટલાક દિવસથી એકલા ઓવરબ્રિજ નીચે રહે છે અને પછી જે થયું તે વાંચીને રડી પડશો..

  • Share this:
ુરાજકોટના મવડી ઓવર બ્રિજ નીચે છેલ્લા એકાદ અઠવાડીયાથી ચાર નાના નાના બાળકો એકલા રહેતાં હોવાની જાણ જાગૃત નાગરિકે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 માં કરતાં તેમના પ્રતિનિધીએ માલવીયાનગર પોલીસને જાણ કરી ત્પાર બાદ લીસની ટિમ ત્યાં પહોંચી, ચાઇલ્ડ વેલફેર ઓફિસર દ્વારા આ બાળકો પાસેથી તેમને ફોસલવાની હુંફ આપીને માહિતી મેળવવામાં આવતાં કરૂણ કહાની બહાર આવી હતી.બાળકોમાં સૌથી મોટી બહેને પોતાનું નામ તેજલ રામુભાઇ વાણીયા જે 8 વર્ષની છે તેમજ સાથેના ત્રણ બાળકો તેના ભાઇ-બહેન અજય જે 5 વર્ષ, પાયલ જે 3 વર્ષ અને વિજય જે દોઢ વર્ષ હોવાનું કહ્યું હતું. રાજકોટના આ ભુલકાઓની કહાણી સાંભળીને ભલભલાના રૂવાંડા બેઠા થઈ જશે, ભગવાન કોઇ પણ બાળક પર આવી ન વિતાવે એવું થશે. ચારેય બાળકો માબાપ વિના ભીખ માંગીને જીવવા મજબૂર થયા હતા ત્યારે એક જાગૃત નાગરિકે આ બાળકોની જિંદગી સંવારી છે,

વધુ તપાસ થતાં જાણવા મળ્યું હતું કે અગાઉ આ બાળકો ભગવતીપરા પુલ નીચે માતા ઉષાબેન સાથે રહેતાં હતાં. પિતા વર્ષોથી તેને છોડીને જતાં રહ્યા છે. માતા આ ચારેયનું ભરણપોષણ કરતી હતી. પણ તેણીનું ચાર મહિના પહેલા અવસાન થતાં આ ચારેય માસુમ નોધારા થઇ ગયા હતાં અને અઠવાડીયા પહેલા રખડતા ભટકતા મવડી ઓવર બ્રિજ નીચે આવીને રહેવા માંડ્યાનું બહાર આવ્યું હતું.એક ફોને આ બાળકોને અપાવ્યું નવજીવન


આ પણ વાંચો : રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ હોટલ-પાનની દુકાનો સીલ, ભીડ થઈ તો ખેર નથી

આ અનાથ બાળકોના જીવનનું ઉત્થાન થાય અને તેઓ ભિક્ષાવૃતિ છોડી દે તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવા સુચન કરતાં મલાવીયનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા સહિતની ટીમ બાળકોને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.

આ પણ વાંચો :  સુરત : સોનોગ્રાફી રિપોર્ટમાં તરૂણી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ, માતાને જાણ થતા કરી પોલીસ ફરિયાદ

ત્યાં બધાને નવડાવવાની, નવા કપડાની વ્યવસ્થા કરાઇ હતી એ પછી ભરપેટ ભોજન કરાવ્યું હતું અને ભવિષ્યની ચિંતાને ધ્યાને રાખી બાલાશ્રમમાં મુકવાની કાર્યવાહી કરી હતી. આ બાળકોનું બરાબર પાલન પોષણ થાય એ માટે થઇને પોલીસ સમયાંતરે તેની ખબર પુછતી રહેશે અને જરૂરી તમામ મદદ કરશે તેવો નિર્ણય પીઆઇ ભુકણ અને ટીમે લીધો હતો.
Published by:Jay Mishra
First published:November 20, 2020, 18:05 pm

ટૉપ ન્યૂઝ