રાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબ ટ્રીકથી છેતર્યા


Updated: August 6, 2020, 8:37 PM IST
રાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબ ટ્રીકથી છેતર્યા
અનોખી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરા-જમાઈએ સોની વેપારીઓને ઠગવા નવી ટ્રીક અપનાવી લાખ્ખોનો ચૂનો લગાવ્યો છે.

અનોખી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરા-જમાઈએ સોની વેપારીઓને ઠગવા નવી ટ્રીક અપનાવી લાખ્ખોનો ચૂનો લગાવ્યો છે.

  • Share this:
રાજકોટ : આમતો રંગીલા રાજકોટમાં અજીબો ગરીબ ક્રાઈમના કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક અનોખી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરા-જમાઈએ સોની વેપારીઓને ઠગવા નવી ટ્રીક અપનાવી લાખ્ખોનો ચૂનો લગાવ્યો છે.

વાત જાણે એમ છે કે શહેરના સોનીબજારમાં ભાવના જ્વેલર્સ નામે દુકાન ધરાવતાં નવીનભાઇ ભીંડીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.2ના તેની દુકાન પર એક શખ્સ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ પોલીસના ડ્રાઇવર સાગર મિયાવડા તરીકે આપી હતી. તેના સાહેબને દાગીના ખરીદવાના છે તેમ કહી ફોનમાં વાત કરાવી હતી અને ફોન પર વાત કરનાર અતુલ રાઠોડે પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવ્યો હતો, અને ડ્રાઇવર કહે તે મુજબ દાગીના આપવાનું કહ્યું હતું.

સાગરે સોનાની બે ચેઇન લીધી, જેની કિંમત 71775 થઇ હતી, સાગર 71300 આપી દાગીના લઇ જતો રહ્યો હતો. ત્રણ દિવસ બાદ ફરીથી સાગર ગયો હતો અને રૂ.3, 26, 320ની કિંમતની સોનાની માળા અને 12 વીંટી ખરીદ કરી હતી અને તે પેટે રૂ.1.93 લાખ આપ્યા હતા, બાકીના રૂ.1.28 લાખ સાહેબ હાલમાં ગાંધીનગર છે આવીને આપી જશે તેમ કહી ફરીથી અતુલ રાઠોડ સાથે ફોન કરાવતા વેપારીએ દાગીના આપી દીધા હતા.

જોકે ઘણા દિવસો બાદ પણ પૈસા નહિ મળતા વેપારીએ ફોન કરી નાણાંની ઉઘરાણી કરી ત્યારે અતુલ રાઠોડે પોતે તપાસના કામે જામનગર હોવાનું અને બે દિવસમાં આવી પૈસા આપી જશે તેમ કહ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ પૈસા નહીં મળતાં વેપારી નવીનભાઇને છેતરાયાની શંકા જતાં તેમણે સોનીબજારમાં આ અંગે વાત કરતાં સોનીબજારમાં જ દુકાન ધરાવતાં વિનોદભાઇ થડેશ્વર પાસેથી પણ આ બે શખ્સોએ રૂ.1.24 લાખના દાગીના મેળવ્યા હતા અને તેના બદલામાં વિનોદભાઇને માત્ર 28 હજાર આપી બાકીના રૂ.96 હજાર નહીં આપ્યાનું ખુલ્યું હતું.

સમગ્ર મામલા પરથી સોની વેપારીએ ફરિયાદ નોંધાવી અને તપાસ તેમજ સીસીટીવીના આધારે માલુમ પડ્યું કે, પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓ સોનુ લઈ ગયા હતા. પોલીસે વેપારીની ફરિયાદ પરથી સાગર મિયાવડા અને અતુલ રાઠોડનું નામ સ્પષ્ટ થતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જોકે પોલીસે પોલીસે અતુલ રાઠોડની ધરપકડ કરી ત્યારે સ્પષ્ટ થયું હતું કે અતુલ રાઠોડ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરતો હતો પરંતુ તેને ડસ્ટબીન કૌભાંડમાં મનપા દ્વારા બરતરફ કરાયો હતો.
Published by: kiran mehta
First published: August 6, 2020, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading