Home /News /kutchh-saurastra /Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી
Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી
પ્રતિકાત્મક તસવીર
Rajkot crime news: દીકરીના લગ્ન પહેલાં જ તેના પિતાનું મોત (father) થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આમ થોડા દિવસ બાદ જે પરિવારના (family) આંગણે શરણાઈના સુર વાગવાન હતા. ત્યાં હાલ માતમ છવાઈ ગયો છે.
Rajkot news: રાજકોટ (Rajkot news) સહિત સમગ્ર રાજ્યભરમાં સૌ કોઈ ઉતરાયણના પર્વની (Uttrayan) ઉજવણી કરી રહ્યું છે. આજથી કમુરતા પૂર્ણ થતા આવતીકાલથી લગ્નસરાની સિઝન (marriage) પણ શરૂ થશે. ત્યારે દીકરીના લગ્ન પહેલાં જ તેના પિતાનું મોત (father) થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આમ થોડા દિવસ બાદ જે પરિવારના (family) આંગણે શરણાઈના સુર વાગવાન હતા. ત્યાં હાલ માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના વિજય પ્લોટમાં રહેતા તેમજ લોધા સમાજના અગ્રણી ભરતભાઈ ઉમેદભાઈ જરીયા આનંદ બંગલા ચોક ખાતે આવેલા જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક જ ઢળી પડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં બે દિવસની સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પુત્રના મોતના સમાચાર સાંભળતાની સાથે જ માતાને પણ આઘાત લાગ્યો હોવાનું સામે આવ્યું છે.
જેના કારણે વયોવૃદ્ધ માતાને પણ બેભાન થઈ જતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ભરતભાઈ જરીયા લોધા સમાજના અગ્રણી છે.
અઠવાડિયા બાદ તેમની પુત્રીના તેમજ તેમની ભત્રીજી ના લગ્ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દીકરી ના લગ્ન પૂર્વેજ તેના બાબુલનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ નો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં એવું કહેવાય છે કે દીકરી સૌથી વ્હાલી તેના પિતાને હોય છે.
તેમજ દીકરીને પણ ઘરમાં સૌથી વ્હાલું કોઈ લાગતું હોય તો તે છે તેના પિતા. ત્યારે હજુ તો પિતા કન્યાદાન કરે દીકરીને અશ્રુ ભર્યા નેત્રો સાથે સાસરે વળાવે તે પૂર્વે જ જાણે કે વિધાતાએ દીકરી પાસે રહેલો બાપ રૂપી અખૂટ ખજાનો જાણે કે લૂંટી લીધો હોય તે પ્રકારનો બનાવ જરીયા પરિવાર ને આંગણે બનવા પામ્યો છે.