સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો, ભાવમાં 50% સુધી ઘટાડો

News18 Gujarati
Updated: December 11, 2019, 3:37 PM IST
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો, ભાવમાં 50% સુધી ઘટાડો
ડુંગળીના ભાવમાં બે દિવસમાં કડાકો.

ખેડૂતોના કહેવા પ્રમાણે સરકાર તરફથી સ્ટોક નિયંત્રણનાં પગલાં લેવામાં આવતા ભાવમાં ઘટાડો થયો છે.

  • Share this:
રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં બે દિવસમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. બે દિવસમાં રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ડુંગળીનાં ભાવમાં 50 ટકા કરતા વઘારે ધટાડો થતા ખેડૂતો પરેશાન થયા છે. બે દીવસ પહેલા 20 કિલો ડુંગળીના ભાવ 2000 રુપિયાથી 2200 સુધી હતા. આજે ભાવ 1000થી 1100 રૂપિયા જેટલા રહ્યા હતા. ખેડૂતો કહે છે સરકાર તરફથી સ્ટોક નિયંત્રણનાં પગલાં લેવામાં આવતા ભાવમાં ઘટાડો થયો છે.

છેલ્લા એક મહિનાથી ડુંગળીના ભાવને લઇને ધરથી લઇને સંસદ સુઘી હોબાળો થયો હતો. જેને લઇને સરકાર એક્શનમાં આવતા સ્ટોક નિયંત્રણનો આદેશ આપવામાં આવ્યો છે. સ્ટોક નિયંત્રણ કરતા વેપારીઓની ખરીદી ધટી છે, જેના પરિણામે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ અને ગોંડલ યાર્ડમાં આજે ડુંગળીનાં ભાવમાં તોતિંગ ધટાડો જોવા મળ્યો છે. બે દિવસ પહેલ ડુંગળીના ભાવ 2000 થી 2200 રુપિયા હતા. જેમાં આજે કડાકો બોલી ગયો હતો. એક મણ ડુંગળીનાં ભાવમાં એક હજારથી લઇને 1100 રુપિયાનો ધટાડો થયો છે. આજે 20 કિલો ડુંગળીના ભાવ 1000થી 1100 રુપિયા મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

ખેડૂતોનાં મત મુજબ સરકારની નીતિના કારણે તેમને પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા. રાજ્યના પુરવઠા વિભાગ દ્રારા ડુંગળીના સ્ટોક નિયંત્રણ માટેના આદેશ આપવામાં આવતા રાતોરાત વેપારીઓની ખરીદી ધટતા ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે.

ચાલુ વર્ષે દેશના મોટાભાગના રાજ્યોમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા દેશભરના 15 કરતા વઘુ રાજ્યોના વેપારીઓ રાજકોટ ગોડલ અને સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળી ખરીદી કરવા માટે આવી રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને અત્યાર સુઘી સારા ભાવ મળતા હતા. સૌરાષ્ટ્રના ખેડૂતોનું કહેવું છે કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદને લીઘે ડુંગળીના હેક્ટરદીઠ ઉત્પાદનમાં 50 ટકાનો ધટાડો થયો છે. બીજી તરફ માર્કેટિંગ યાર્ડોમાં આઠ દિવસે એકવાર ડુંગળી ઉતારવા દેવામાં આવતા ડુંગળી બગડી રહ્યાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે.
First published: December 11, 2019, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading