Home /News /kutchh-saurastra /અછતગ્રસ્ત તાલુકામાં ખેડૂતોને ઇનપુટ સબસિડી ચૂકવાશેઃ રૂપાણી

અછતગ્રસ્ત તાલુકામાં ખેડૂતોને ઇનપુટ સબસિડી ચૂકવાશેઃ રૂપાણી

વિજય રૂપાણી

સીએમ રૂપાણીએ પાક વીમાની ચુકવણી અંગે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને કમુરતા બાદ પાક વીમાની સહાય તેમના ખાતામાં જમા આપવામાં આવશે.

હરિન માત્રાવાડિયા, રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તેમના હોમ ટાઉન એવા રાજકોટ શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હેમુ ગઢવી હોલમાં આયોજિત કિસાન સંમેલનમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ 156 ખેડૂતોને નાની મોટી ખેત સહાયનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ પાક વીમાની ચુકવણી અંગે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને કમુરતા બાદ પાક વીમાની સહાય તેમના ખાતામાં જમા આપવામાં આવશે. આ ઉપરાંત અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં ખેડૂતોને હેક્ટર દીઠ ઇનપુટ સબસિડી પણ ચુકવવામામં આવશે. સાથે જ 51 તાલુકાઓમાં ઘાસની સબસિડી પણ આપવામાં આવી રહી છે.

96 તાલુકાઓમાં ઇનપુટ સબસીટી ચુકવાશે

વિજય રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે જે તાલુકાઓમાં 350 મીલી મીટરથી ઓછો વરસાદ પડ્યો છે તે તમામને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાના આશરે 24 લાખ જેટલા ખેડૂતોને સરકાર રૂ. 2285 ઇનપુટ સબસિડી આપશે. રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના 96 અસરગ્રસ્ત તાલુકાના 23.24 લાખ ખેડૂતોને 40.32 લાખ હેક્ટર માટે અંદાજે 2285.59 કરોડની પાક નુકસાન ઇનપુટ સહાય ચુકવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતર ફરતે કાંટાળી વાળ માટે સરકાર 50% સહાય ચુકવી રહી છે. એટલું જ નહીં 51 તાલુકામાં સરકારે ઘાસ માટે સબસિડી આપી રહી છે.

ઇનપુટ સબસિડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. એટલું જ નહીં જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમને કમુરતા બાદ પાક વીમાની રકમ ચુકવવાની સીએમ તરફથી જાહેરાત કરવામાં આવી હતી. અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા તાલુકાઓમાં રાજકોટના આઠ તાલુકાનો સમાવેશ થાય છે.


મગફળીની ખરીદી બાબતે નિવેદન

ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લામાં 17,000 ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી છે. આશરે 3,25,507 ક્વિન્ટલ મગફળી ખરીદ કરવામાં આવી
છે. આ માટે સરકારે રૂ. 65 કરોડ ખેડૂતોને ચૂકવી આપ્યા છે.

આ પણ વાંચોઃ અડવાણીએ માન્યું, ગુજરાત રમખાણ બાદ મોદીના રાજીનામા પર અટલજી સાથે થયા હતા મતભેદ

અકસ્માતને લઈને કાયદા કડક કરીશું

સાપુતારા અને ગોધરામાં સ્કૂલની બસોને નડેલા અકસ્માત અંગે નિવેદન આપતા રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આ બનાવો ખરેખર ગંભીર છે. અકસ્માતને લઈને રાજ્યમાં કાયદાએ વધારે કડક કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટની પાણીની સમસ્યા અંગે વાતચીત કરતા રૂપાણીએ કહ્યુ હતુ કે, રાજકોટ વાસીઓને દરરોજ 20 મિનિટ સુધી પાણી આપી શકાય તેમજ આવતા ચોમાસા સુધી પાણીની કોઈ જ તકલીફ ન પડે તે માટે આજી ડેમને ફરીથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
First published:

Tags: Vijay Rupani, ખેડૂત, ગુજરાત, વરસાદ