રાજકોટ : ડુંગળીનો ભાવ 100 રૂપિયા જ મળતા ખેડૂત બરબાદ, PM રાહત ફંડમાં આપવા નીકળેલા તાતની અટકાયત


Updated: May 20, 2020, 8:42 PM IST
રાજકોટ : ડુંગળીનો ભાવ 100 રૂપિયા જ મળતા ખેડૂત બરબાદ, PM રાહત ફંડમાં આપવા નીકળેલા તાતની અટકાયત
ખેડૂતોએ હંગામો મચાવતા પોલીસે ડુંગળી સાથે એમની અટકાયત કરી હતી.

રાજકોટના ખેડૂતોએ દ્વારા PM રાહતમાં ડુંગળી આપવા માટે આજે કલેક્ટર કચેરીએ કૂચ કરી, પોલીસે તમાને ઝડપી પાડતા હંગામો

  • Share this:
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે. ખેડૂતે પકવેલી ડુંગળીના મણે 100 રૂપિયા જેવા જ ભાવ મળી રહ્યા છે. આથી ખેડૂતો પણ રોષે ભરાયા છે. આજે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની આગેવાનીમાં કાર્યકરો રાજકોટ કલેક્ટર કચેરીએ પીએમ રાહત ફંડમાં ડુંગળી, લસણ, કપાસ ની બોરીઓ લઈ પહોચ્યા હતા અને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. જોકે વિરોધ કરી કલેકટર ને રજુઆત કરે તે પહેલાજ પોલીસે પાલ આંબલીયા સહિત ચારની અટકાયત કરી લીધી હતી અને ડુંગળી સહીત અન્ય ચીજોની બોરીઓ પણ કબ્જે કરી હતી.

ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. માથા પર ડુંગળી, કપાસ સહિતની બોરીઓ લઇ કલેક્ટર કચેરીએ આવ્યા હતા. ડુંગળી બે-ત્રણ રૂપિયામાં કિલો વહેંચાય છે આથી પીએમ રાહત ફંડમાં આપવી છે તેવી માંગ કરી હતી. પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને કપાસ, એરંડા અને ડુંગળીના ભાવોમાં અડધાથી લઈ 20 ગણો ભાવ ઘટાડો થયો છે. ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાનો પાક વેચવા આવે છે પણ તેના પોષણક્ષમ ભાવ ન મળતા આ ખેતપેદાશ રાજકોટ કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરવા આવ્યા છીએ.

આ પણ વાંચો :  અમદાવાદ : 'બહેન હું મરી જાઉં છું, મારા મોત બાદ મારી લાશ પતિને ન બતાવતા' Lockdownમાં પરીણિતાનો આપઘાત

પરંતુ ડુંગળીની બોરીઓ કલેક્ટરને આપે તે પહેલા તેઓની અટકાયત કરવામાં આવી હતી. મહત્વનું છેકે હાલ ઉનાળો છે છતાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેથી ખેડૂતોને વાવેલા પાકમાં નુકશાની ની ચિતા છે તો બીજી તરફ લોકડાઉન ને કારણે પણ ખેડૂતોને લાંબો સમય સુધી પોતાનો પાક ઘરે અથવા ખેતરમાં રાખી મુકવો પડ્યો હતો જે પણ અમુક ટકા બગડી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે હવે જયારે લોકડાઉન માં છૂટછાટ અપાઈ છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળતા હોવાથી વિરોધ નોંધાવ્યો હતો.
First published: May 20, 2020, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading