ખેડૂતો ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા

News18 Gujarati
Updated: October 10, 2019, 4:19 PM IST
ખેડૂતો ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા
પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે ચોમાસું લંબાયું અને ખૂબ વધારે વરસાદ પડતા મગફળી ખેતરમાં જ પડી રહી છે સહી ગઇ. અતિવૃષ્ટીને કારણે મગફળીના પાકને નુકશાન થયું અને તેની ગુણવત્તામાં ઘટાડો થયો.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ: ખેડૂતોને પડ્યા પર પાટું પડી હોય તેમ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવે મગફળી વેચવાનો વારો આવ્યો છે. ગત વર્ષે, સરકારે મગફળી માટે ટેકાનો ભાવ 1000 રૂપિયા જાહેર કર્યો હતો. ત્યારે આ વર્ષે સરકારે 1000ના બદલે 1018 રુપિયા આપવાનુ નક્કી કર્યુ છે. આ માટે સરકારે 1લી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે અને 1લી ઑકટોબરથી ટેકાના ભાવે ખરીદી માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામા આવી છે. અત્યાર સુધીમા રાજકોટ સહિત રાજ્યભરમા 10 દિવસમા ચાર લાખથી પણ વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જોકે, ખે઼ડૂતો માર્કેટ યાર્ડમા ટેકાના ભાવ કરતા અડધા પણ ઓછા ભાવે મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે.

કારણ એ છે કે, આ વર્ષે ચોમાસું લંબાયું અને ખૂબ વધારે વરસાદ પડતા મગફળી ખેતરમાં જ પડી રહી છે સહી ગઇ. અતિવૃષ્ટીને કારણે મગફળીના પાકને નુકશાન થયું અને તેની ગુણવત્તામાં ઘટાડો થયો. આ કારણે ખેડૂતો માત્ર 500 થી 600 રૂપિયે પણ મણ મગફળી વેચી રહ્યાં છે. આ તેમની લાચારી છે.

રાજકોટ તાલુકાના ખોખડદળ ગામે રહેતા હરેશભાઈ નસીતે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વર્ષે તેમણે 10 વીઘા જમીનમાં મગફળીનુ વાવેતર કર્યુ હતું. આજી ડેમના કાંઠાળ વિસ્તાર હેઠળ આવતા આ ગામમા સિંચાઈના પાણીની કે પીવાના પાણીની કોઈ તકલીફ રહેતી નથી. જોકે, આ વર્ષે અતિવૃષ્ટી થવાના કારણે મગફળીના પાકમા મુંડા નામનો રોગ આવ્યો હતો.

જેના કારણે મગફળીની ગુણવતા નબળી પડી. જેના કારણે, તેઓ પોતાનો માલ ટેકાના ભાવે વેચી શકે તેમ નથી. તેમનુ કહેવુ છે કે, સરકાર ટેકાના ભાવે માત્ર એ-વન ક્વૉલિટીની મગફળી ખરીદે છે. ત્યારે તેમના માટે યાર્ડમા મગફળી વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામે રહેતા રમેશભાઈ પરમાર નામના ખેડૂતે જણાવ્યું કે, વીમા કંપનીએ બે વર્ષથી તેમને પાકવીમો આપ્યો નથી. આ વર્ષે તેમને એક વીઘામા 10 મણ મગફળીનો ઉતારો આવ્યો છે. અતિવૃષ્ટીના કારણે મગફળીના પાકમા ફુગ બેસી ગઈ છે. તો બિજી તરફ સરકારે બે વર્ષ પહેલા લસણનો ભાવ તળીયે બેસી જતા કીલોએ 7 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ તે વાયદાની અમલવારી હજુ પણ નથી થવા પામી

 
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर