રાજકોટ : પાકવીમો ચુકવવાની ખાતરી બાદ ખેડૂતોનાં ઉપવાસનો અંત

News18 Gujarati
Updated: June 9, 2019, 3:06 PM IST
રાજકોટ : પાકવીમો ચુકવવાની ખાતરી બાદ ખેડૂતોનાં ઉપવાસનો અંત
આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ ચોથા દિવસે પારણાં કર્યાં છે

પાકવીમો આપવાની લેખિતમાં ખાતરી આપીને ખેડૂતોને લીંબૂ પાણી પીવડાવીને પારણા કરાવ્યાં હતાં.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : કપાસના પાકવીમા મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ ચોથા દિવસે પારણાં કર્યાં છે. જિલ્લા ભાજપનાં પ્રમુખ ડી.કે. સખીયાએ મધ્યસ્થી કરીને જુલાઇ સુધીમાં પાકવીમો આપવાની લેખિતમાં ખાતરી આપીને ખેડૂતોને લીંબૂ પાણી પીવડાવીને પારણા કરાવ્યાં હતાં. આજે એનસીપી નેતા રેશમા પટેલ પણ આંદોલનમાં જોડાયા હતાં. તેમણે સરકાર તથા વીમા કંપનીઓ પર આક્ષેપો કર્યા હતાં. આજે સવારે ખેડૂતોએ શર્ટ કાઢી સરકાર અને વીમા કંપનીઓને સદબુદ્ધિ આપે તે માટે હવન કર્યો હતો.રેશમા પટેલે  આપ્યું હતું સમર્થન

ચોથા દિવસે ખેડૂતોનાં ઉપવાસને સમર્થન આપતા રેશમા પટેલે કહ્યું હતું કે, 'આટલા દિવસથી ખેડૂતો આંદોલન પર બેઠા છે. ખેડૂતો માટે હવે સરકાર જાગે તો સારું. સરકારને એટલું જ કહીશ કે તમારો વિકાસ તો ઘણો થયો હવે ખેડૂતોનો પણ વિકાસ કરો. એક વિરોધ પક્ષનાં નેતા તરીકે હું અહીં સમર્થન આપવા આવી છું. જો ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો ગામડે ગામડે જઇને ઉગ્ર વિરોધ કરીશ.'પાકવીમા માટે આપી બાંહેધરીબેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે. સખીયા અને યાર્ડના હોદ્દેદારો મધ્યસ્થી બનવા માટે આજે આવ્યાં હતાં. તેઓ ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થી બન્યા હતા. ભાવાંતર યોજના વહેલી તકે લાગુ કરવા અને કપાસનો પાકવીમો ચૂકવવાની લેખિતમાં બાહેધરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે.
First published: June 9, 2019, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading