ખેડૂતોના મસીહા એવા વિઠ્ઠલ રાદડિયાનો પાર્થિવ દેહ પંચભૂતોમાં વિલિન

News18 Gujarati
Updated: July 30, 2019, 10:25 PM IST
ખેડૂતોના મસીહા એવા વિઠ્ઠલ રાદડિયાનો પાર્થિવ દેહ પંચભૂતોમાં વિલિન
સ્મશાન ગૃહમાં વિઠ્ઠલ રાદડિયાનો પાર્થિદ દેહ

આજે બપોરે મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓની ઉપસ્થિતીમાં મુઠ્ઠીઉંચેરા રાદડિયા પંચમહાભૂતમાં વિલીન થયા હતા.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટઃ  ખેડૂતોના મસીહા અને સૌરાષ્ટ્રના દિગ્ગજ સહકારી નેતા વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવ દેહને જામકંડોરણા સ્થિત કન્યા છાત્રાલયમાં અંતિમ દર્શને રખાયો હતો. આજે બપોરે મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓની ઉપસ્થિતીમાં મુઠ્ઠીઉંચેરા રાદડિયા પંચમહાભૂતમાં વિલીન થયા હતા.

રાદડિયાના અંતિમ દર્શન કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી પાટીદાર અગ્રણીઓ અને નેતાઓ જામકંડોરણા પહોંચ્યા હતા.. આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓની ઉપસ્થિતીમાં વિઠ્ઠલ રાદડિયાની અંતિમ યાત્રા નીકળી હતી.

કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહેલા રાદડિયાનું ગઈકાલે 61 વર્ષની વયે અવસાન થયું હતું. રાજકીય અને સામાજીક આગેવાન રાદડિયા કન્યા કેળવણી માટે જાણીતા થયા હતા. રાડિયાના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સાથે ગઈકાલે વડાપ્રધાન મોદીએ ટેલિફોનીક વાતચીત કરી તેમને સાંત્વના પાઠવી હતી.

આ પણ વાંચોઃ-રાદડિયાના અંતિમ દર્શને સૌરાષ્ટ્રભરમાંથી લોકો પહોંચ્યા, લાંબી લાઇનો લાગી

પ્રાપ્ત માહિતી મુજબ વિઠ્ઠલભાઈ રાદડિયાને જામકંડોરણા છાત્રાલય માટે વિશેષ લાગણી હતી. તેમણે અહીંથી જ કન્યાકેળવણીની અલખ જગાવી હતી. મહિલાઓ, વિદ્યાર્થિનીઓ, વડીલો અને બાળકો પણ રાદડિયાના અંતિમ દર્શને આવ્યા હતા. પોતાના વ્હાલસોયા મોભીને ગુમાવી જામકંડોરણા હિબકે ચડ્યું હતું.
First published: July 30, 2019, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading