રાજકોટ : 60 વર્ષના ખેડૂતને અકસ્માત નડ્યો, હૉસ્પિટલે ગયા તો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો!

રાજકોટ : 60 વર્ષના ખેડૂતને અકસ્માત નડ્યો, હૉસ્પિટલે ગયા તો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો!
રાજકોટ કોરોના સ્થિતીનો ચિતાર આપતી તસવીર

આવું પણ બને! રાજકોટનો આ કિસ્સો એ તમામ લોકો માટે ચેતવણીરૂપ છે જે કોરોના સંક્રમિત થયા હોવા છતાં તેમની અંદર લક્ષણો જોવા મળતા નથી

  • Share this:
રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરાણા નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ઘણા બધા લોકો એવા પણ હોય છે જેમને કોરોના ના સામાન્ય લક્ષણ હોય છે પરંતુ સામે આવતા નથી ત્યારે આવો જ એક અજીબોગરીબ કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. કંઇક આવી જ એક ઘટના બની છે જેમાં ત્રંબા ગામના 60 વર્ષના ખેડૂતને પોતે કોરોના પોઝિટિવ હોવાની ખબર જ નહોતી પરંતુ ઢાંઢણી ગામના પાટીયા પાસે તે ટુવ્હીલર સાથે રસ્તો ઓળંગવા માટે ઉભા હતાં ત્યારે કારની ઠોકરે ચડી જતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડાયા તે વખતે કોવિડ-૧૯ રિપોર્ટ થતાં પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું. હોસ્પિટલમાં જગ્યા નહિ હોવાથી હોમ કવોરન્ટાઇન રહીને સારવાર ચાલુ કરી છે.

બીજી તરફ કાર ચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.આજીડેમ પોલીસે ત્રંબા ગામમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં અમિત નસિતની ફરિયાદ પરથી ભોમેશ્વર સોસાયટીમાં રહેતાં જીજે01કેઇ-6700નંબરની વેગનઆર કારના ચાલક રવિ રમેશભાઇ યાદવ સામે આઇપીસી 279, 337, એમવીએકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.આ પણ વાંચો : સુરત : ફિલ્મોના ચોરને પણ આટી મારે એવી ગેંગ, રાત્રે કરતા ચોરી, દિવસે કરતાં ખાસ ધંધો

અમિત નસિતે ફરિયાદમાં જણાવ્યું છે કે બે દિવસ પહેલા રોજ સવારે ત્રંબા ગામે રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલી ઢાંઢણીના પાટીયાની ગોળાઇ પાસેની વાડીએ જતો હતો આ વખતે ઢાઢણીના પાટીયા પાસે ગોળાઇમાં એક અકસ્માતનો બનાવ બન્યો હતો અને માણસો ભેગા થયેલા હોઇ ત્યાં જઇને જોતાં મારા પિતાજી શંભુભાઇ નસિત રોડ પર પડેલા જોવા મળ્યા હતાં.

આ પણ વાંચો : સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

તેમને ડાબા પગે ગોઠણ નીચેના ભાગે ઇજા થઇ હતી અને ઉભા થઇ શકતાં નહોતાં. પિતાજી ટુવ્હીલર ચલાવીને વાડીએ આવતા હતા અને ડિવાઇડર પાસે રોડ ક્રોસ કરવા વાહન સાથે ઉભા હતો ત્યારે ભાવનગરથી રાજકોટ તરફથી આવતી આ વેગનઆર કારની ઠોકર લાગી હતી.

આ પણ વાંચો : રાજકોટ : હ્રદય દ્વાવક ઘટના! 'મારી પત્નીને કહેજો મેરૂ સાથે જિંદગી કાઢે..,' પતિએ જિંદગી ટૂંકાવી

બનાવ સ્થળે પિતાનું ટુવ્હીલર રોડ પર પડેલુ હતું અને વેગનઆર કાર પણ ઉભી હતી. તેના ચાલકનું નામ પુછતાં  રવિ રમેશભાઇ યાદવ જણાવ્યું હતું. કાર ચાલક ભાઇ અને હું મારા પિતાજીને પ્રાઇવેટ કારમાં બેસાડી રાજકોટ શિવ હોસ્પિટલે લઇ ગયા હતાં. ત્યાં કોરોનાના વધુ કેસને લીધે બેડ ખાલી નહોતો પરંતુ હોસ્પિટલમાં કોવિડ-19નો રિપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધારે સંખ્યામાં હોઇ એકેય બેડ ખાલી ન હોવાથી મારા પિતાજી શંભુભાઇને દાખલ કરી શકાયા નહોતાં. જેથી હું મારા પિતાજીને ઘરે લાવ્યો હતો અને હોમ કવોરન્ટાઇન રાખી સારવાર ચાલુ કરાવી છે.
Published by:Jay Mishra
First published:May 05, 2021, 14:47 pm

ટૉપ ન્યૂઝ