Home /News /kutchh-saurastra /

રાજકોટની નામાંકિત હોટલમાં ટીવી સ્ટારનો અશ્લીલ વીડિયો થયો વાયરલ! જાણો શું છે વીડિયોમાં

રાજકોટની નામાંકિત હોટલમાં ટીવી સ્ટારનો અશ્લીલ વીડિયો થયો વાયરલ! જાણો શું છે વીડિયોમાં

રાજકોટની હોટલનો વીડિયો વાયરલ

Rajkot Hotel viral video: સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલો વીડિયો ખૂબ જ પ્રસિદ્ધ ધારાવાહિકની એક અભિનેત્રીનો છે.

રાજકોટ: રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરની એક નામાંકિત હોટલ (Rajkot famous Hotel Viral video)નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. હાલ શહેરભરમાં આ વાયરલ થયેલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમગ્ર મામલે પોલીસ (Rajkot police) પ્રશાસન તરફથી પણ ખાનગી રાહે તપાસ કરવામાં આવી હોવાના સમાચાર પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટના યાજ્ઞિક રોડ (Yagnik Road) પર આવેલી નામાંકિત હોટલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓથી માંડી બોલિવૂડ (Bollywood) તેમજ કલા જગત સાથે જોડાયેલા અનેક નામાંકિત કલાકારો ઉતરતા હોય છે. સાથે જ આ હોટલમાં કેન્દ્રીય કક્ષાના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ પણ યોજતા હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલો વીડિયો ખૂબ જ પ્રસિદ્ધ ધારાવાહિકની એક અભિનેત્રીનો છે. હાલ આખા રાજકોટમાં આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ નામાંકિત અને શહેરના મધ્યમાં આવેલી હોટલમાં જે પ્રમાણે અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેના કારણે આ હોટેલ ફરી એક વખત ચર્ચાના એરણે ચડી છે.

અગાઉ હોટલ ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી તેમજ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી અંતર્ગત વિવાદોમાં સપડાઈ હતી. ફરી એક વખત આ નામાંકિત હોટલ ચર્ચાના એરણે ચડી છે. વાયરલ થયેલો વીડિયો હોટલની સામેની બાજુથી શૂટ કરવામાં આવ્યો છે. જેમાં હોટલની અંદર કોઈ યુવતી ડાન્સ કરી રહી હોવાનું નજરે પડે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નામાંકિત ટીવી ચેનલમાં પ્રસારિત થતા દૈનિક ધારાવાહિકની એક ટીવી અભિનેત્રી આ હોટલમાં તાજેતરમાં રોકાઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નામાંકિત અભિનેત્રી દ્વારા જ આ પ્રકારનો અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ ગયો છે.



જે પ્રકારે નામાંકિત હોટલનો વીડિયો વાયરલ થયો છે ત્યારે હોટલમાં રૂમ કોણે બૂક કરાવ્યો હતો? રૂમ બુક કરાવ્યા બાદ તે હોટેલના રૂમમાં કેટલાક વ્યક્તિઓ હાજર હતા? તે અંગે હજુ સુધી કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે આ નામાંકિત હોટલના માલિક પર સનદી અધિકારીઓના હાથ છે, તેમજ રાજકારણીઓના હાથ પણ રહેલા છે. આ જ કારણે વાયરલ થયેલા વીડિયો મામલે સત્ય સામે આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Dance, Hotel, Tv actress, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन