રાજકોટઃ કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

રાજકોટઃ કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ
પ્રતિકાત્મક તસવીર

યુવતી દ્વારા પોલીસને ખબર પડી કે એક યુવક અને આ યુવતીએ ગાંધર્વ લગ્ન કરી લીધા છે. ત્યારે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરવાની જગ્યાએ હોસ્પિટલ ખાતે જ વેવિશાળ નક્કી કર્યું હતું. 

  • Share this:
રાજકોટઃ ગોંડલ શહેરની (Gondal) ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં (hospital) કુવારી યુવતીએ (unmarried girl) બાળકને જન્મ (birth baby) આપતા સમગ્ર ઘટનાની પોલીસ મથકમાં (police station) જાણ કરાઇ હતી પરંતુ પોલીસ પર રાજકીય દબાણ હોય મામલો રફેદફે કરી દેવા કાવાદાવા રચાયા હતા અને મોડી રાત્રે રેન્જ આઇજી સુધીનું પ્રેશર આવતા તાલુકા પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ તાલુકાના રીબ ગામની કુંવારી યુવતી ઉપર ત્રણથી ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોય કુંવારી યુવતી ગર્ભવતી બની જવા પામી હતી. કુવારી યુવતીને પ્રસૂતિ કરાવવા માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તેને પુત્રને જન્મ આપ્યો હતો. ઘટના અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા તાલુકા પોલીસને જાણ કરાઇ હતી પરંતુ પોલીસ પર રાજકીય દબાણ હોય મામલો રફેદફે કરવા કાવાદાવા રચી નાખ્યા હતા. મોડી રાત્રે રેન્જ આઈજીને ઘટનાની જાણ થતા તાલુકા પોલીસનો ઉધડો લેતા ફરિયાદ નોંધાવા પામી હતીતાલુકા પીએસઆઇ એમ જે પરમારે જણાવ્યું હતું કે યુવતી તેના કૌટુંબિક કાકા સંજય સંગ્રામભાઈ મેવાડા અને કૌટુંબિક ભત્રીજા વિશાલ ભુપતભાઈ મેવાડા રીબ ગામની સીમમાં છેલ્લા બે વર્ષથી પશુઓને ચરાવવા જતા હતા દરમિયાન અવારનવાર યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

પોલીસે ફરિયાદ નોંધી ઉપરોક્ત આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી નવજાત શિશુને ઓક્સિજનની જરૂર હોય સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતું.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ

આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલાં શહેરમાં અજીબો ગરીબ ઘટના સામે આવી હતી. કુંવારી યુવતી માતા બની હોવાની વાત સામે આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જોકે બાદમાં યુવતીએ પોલીસ સમક્ષ ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.યુવતી દ્વારા પોલીસને ખબર પડી કે એક યુવક અને આ યુવતીએ ગાંધર્વ લગ્ન કરી લીધા છે. ત્યારે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરવાની જગ્યાએ હોસ્પિટલ ખાતે જ વેવિશાળ નક્કી કર્યું હતું.
Published by:ankit patel
First published:April 05, 2021, 23:47 pm