રાજકોટ: 'નવી ગાડીને સાળીના હાથે ચાંલો કરાવો છે', જમાઈએ 10 વર્ષની બાળકીને લઈ જઈ આચર્યું દુષ્કર્મ

રાજકોટ: 'નવી ગાડીને સાળીના હાથે ચાંલો કરાવો છે', જમાઈએ 10 વર્ષની બાળકીને લઈ જઈ આચર્યું દુષ્કર્મ
કૌટુંબીક જમાઈએ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

બાળકીના બનેવીને વીરપુર પોલીસે તેના ગામ મોરબી તાલુકાના કાગદદીથી ઝડપી લીધો હતો, જ્યાં 25 વર્ષીય ભુપત ચાવડાને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

 • Share this:
  મુનાફ બકાલી, રાજકોટ : રાજ્યમાં મહિલા અને બાળકીઓ સુરક્ષિત હોવાના દાવાઓની વચ્ચે રોજે-રોજ મહિલા અત્યાચાર અને બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના વીરપુરથી સંબંધોને કલંકીત કરતી ઘટના સામે આવી રહી છે. જેમાં કૌટુંબીક જમાઈએ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે, આ મામલે પોલીસે ગણતરીના કલાકમાં જ નરાધમ જમાઈની ધરપકડ કરી લીધી છે.

  પ્રાપ્ત માહિતી અનુસરા, રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી, જેને લઈ વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લીધો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.  વિગતે ગટનાની વાત કરીએ તો, વીરપુરમાં રહેતા એક પરિવારની બાળકી ઉપર તેના કૌટુંબિક જમાઈ અને બાળકીના બનેવીએ બાળકી ઉપર દુષ્કર્મ કર્યું હતું, જાહેર થયેલ ફરિયાદ મુજબ, બાળકીની ફઈની દીકરીનો પતિ ગઈકાલે ઘરે આવ્યો હતો અને બાળકીના માતા-પિતાને સમજાવ્યા હતા કે, તેણે ગોંડલથી નવી ગાડી લીધી છે અને તેનું મૂહુર્ત કરવાનું છે અને તેના માટે ગાડીમાં કંકુ ચાંદલા કરવાના છે તો બાળકીને મોકલો.

  સુરેન્દ્રનગર : 24 કલાકમાં બે હત્યા, પોલીસની ઊંઘ ઉડી, પતિએ કોષથી પત્નીને મોતને ઘાટ ઉતારી

  સુરેન્દ્રનગર : 24 કલાકમાં બે હત્યા, પોલીસની ઊંઘ ઉડી, પતિએ કોષથી પત્નીને મોતને ઘાટ ઉતારી

  આવી રીતે બાળકી અને તેના માતા પિતાને સમજાવીને વીરપુરથી બાળકીને તે લઈ ગયો હતો, બાળકીને ગોંડલના દેવચડી ગામની સિમમાં લઇ ગયો હતો અને દેવચડી ગામની અવાવરું સિમની જગ્યાએ લઈ જઈ ને તેની ઉપર દુષ્કર્મ કર્યું હતું, ત્યારબાદ બાળકીને તેણે તેની સાસરી એટલે કે બાળકીના ફઈના ઘરે ગોંડલ મૂકીને જતો રહ્યો હતો. જ્યાં બાળકીના ફઈના દીકરા એવા બાળકીના ભાઈએ બાળકીને લઈને વીરપુર આવ્યા હતા.

  અમરેલી : 3 કસ્ટમ અધિકારીઓ 'છાંટો-પાણી' કરતા ઝડપાયા, દારૂની મહેફીલ અધિકારીઓને ભારે પડી

  અમરેલી : 3 કસ્ટમ અધિકારીઓ 'છાંટો-પાણી' કરતા ઝડપાયા, દારૂની મહેફીલ અધિકારીઓને ભારે પડી

  બાળકીએ આપવીતી કહી ત્યારકે સમગ્ર ઘટના સામે આવી હતી અને બાળકીને દવાખાને દાખલ કરી હતી, વીરપુર પોલીસે આ ઘટનામાં બાળકીના ફઈના જમાઈ એવા બાળકીના બનેવીને વીરપુર પોલીસે તેના ગામ મોરબી તાલુકાના કાગદદીથી ઝડપી લીધો હતો, જ્યાં 25 વર્ષીય ભુપત ચાવડાને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
  Published by:kiran mehta
  First published:December 18, 2020, 19:08 pm

  ટૉપ ન્યૂઝ