'મા, હવે એ ઊભા નહીં થાય,' રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે કોરોનામાં મોભી ગુમાવનારા પરિવારનું હૈયાફાટ રૂદન

'મા, હવે એ ઊભા નહીં થાય,' રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે કોરોનામાં મોભી ગુમાવનારા પરિવારનું હૈયાફાટ રૂદન
સિવિલ બહાર પરિવારનું હૈયાફાટ રૂદન.

હૉસ્પિટલોમાં દાખલ થવા માટે લાઈનો છે, તેવી જ રીતે કોરોનાથી મોતને ભેટનાર લોકોને વિધિ પતાવીને સ્મશાને લઈ જવા માટે પણ લાઇનો લાગી છે.

  • Share this:
    રાજકોટ: કાળમુખ કોરોના (Coronavirus)એ અનેક હસતા રમતા પરિવારોના માળા વીખી નાખ્યા છે. ખાસ કરીને પરિવારમાં જ્યારે કમાનાર મોભીનું નિધન થાય છે ત્યારે પરિવાર માટે પડ્યાં પર પાટું જેવો ઘાટ ઘડાય છે. ગુજરાત રાજ્યની હાલત એવી થઈ છે કે દરરોજ હૉસ્પિટલો (Covid hospitals)માં અનેક લોકો જીવ ગુમાવે છે. હૉસ્પિટલોમાં દાખલ થવા માટે લાઈનો છે, તેવી જ રીતે કોરોનાથી મોતને ભેટનાર લોકોને વિધિ પતાવીને સ્મશાને લઈ જવા માટે પણ લાઇનો લાગી છે. સ્મશાન ખાતે વળી અંતિમસંસ્કાર માટેની લાઈનો છે. આ બધાની વચ્ચે રાજકોટ સિવિલ હૉસ્પિટ (Rajkot civil hospital) બહાર પરિવારના મોભીનું નિધન થયા બાદ હૈયાફાટ રૂદન કરતા એક પરિવારનો વીડિયો સામે આવ્યો છે.

    રાજકોટમાં કોરોનાથી ટપોટપ મોત



    રાજકોટમાં કોરોનાએ અનેક પરિવારોના માળા વીખી નાખ્યા છે. કોરોના દર્દીઓનાં ટપોટપ મોત થઈ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 82 દર્દીનાં મોત થયા છે. જોકે, મોત અંગેનો અંતિમ નિર્ણય ડેથ કમિટી લેતી હોવાથી સરકારી ચોપડે બહુ ઓછા મોત બતાવવામાં આવે છે. રાજકોટમાં સિવિલની કોવિડ હૉસ્પિટલ ખાતે અનેક દર્દીઓ મોતને ભેટે છે. જે જે દર્દીનું મોત થાય છે તેમના પરિવારનું સવારથી સાંજ સુધી અહીં રૂદન સંભળાય છે. કોઈનો લાડકવાયો, કોઈનો પતિ, કોઈની પત્ની, કોઈના પિતા, કોઈના દાદાને કોરોના ભરખી રહ્યો છે. જેના પગલે સિવિલ ખાતે સવારથી રાત સુધી હૈયાફાટ રૂદન સાંભળવા મળે છે.

    આ પણ વાંચો: રાહતના સમાચાર: હવે કોઈ પણ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીને મળશે રેમડેસિવીર ઇન્જેક્શન

    હૈયાફાટ રૂદનનો વીડિયો વાયરલ

    સિવિલ ખાતે ગઈકાલે રાતનો એક વીડિયો વહેતો થયો છે. જેમાં પરિવારના મોભીનાં નિધન થયા બાદ માતા અને પુત્ર હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. પત્ની તેના પતિને ઊભા થવાની બૂમો પાડી રહી છે, જ્યારે પુત્ર તેની માતાને દિલાસો આપતાં આપતાં રડી રહ્યો છે. પુત્ર તેની માતાને કહી રહ્યો છે કે હવે તેઓ ક્યારેય ઊભા નહીં થાય.

    આ પણ વાંચો: સુરત: 14 દિવસની બાળકી કોરોના સામે જંગ હારી, જન્મ બાદ માતાનો ચેપ લાગ્યો હતો


    આ પણ વાંચો: રાજકોટ: રાત્રિ કર્ફ્યૂમાં ડાન્સ કરવો ભારે પડ્યો, યુવતીને કરવી પડી પોલીસ સ્ટેશન સુધીની જાત્રા


    રાજકોટમાં ઇન્જેક્શનના કાળાબજાર

    એક તરફ લોકો કોરોનાથી ટપોટપ મરી રહ્યા છે ત્યારે પણ તકસાધુઓ લોકોને લૂંટવાનું છોડી નથી રહ્યા. રાજકોટમાં 10 હજાર રૂપિયામાં રેમડેસિવીર ઇન્જેક્શન વેચીને કાળા બજાર કરી રહેલા શખ્સની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. નર્સિંગનો કોર્ષ કરી હાલ હૉમકેર તરીકે કામ કરતા ઇસમને પોલીસે ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપી પાડ્યો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ દેવાંગ મેર છે. આરોપી આરોપી દેવાંગ તેના મિત્ર પરેશ વાજા પાસેથી ઇન્જેક્શન લાવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:April 16, 2021, 09:11 am

    ટૉપ ન્યૂઝ