રાજકોટ : વેપારી ઘરાકીમાં વ્યસ્ત હતા, ગઠિયો ઝોલામાં મોબાઇલ નાખી છૂમંતર, ચોરી CCTV Videoમાં કેદ

રાજકોટ : વેપારી ઘરાકીમાં વ્યસ્ત હતા, ગઠિયો ઝોલામાં મોબાઇલ નાખી છૂમંતર, ચોરી CCTV Videoમાં કેદ
રાજકોટમાં મોબાઇલ ચોરીની ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ

રાજકોટના વેપારી ગ્રાહક સાચવવામાં વ્યસ્ત હતા ત્યારે ફકીરના સ્વાંગમાં આવેલા શખ્સે હાથ સાફ કર્યો, જુઓ વીડિયો

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ (Rajkot) શહેરમાં એક વેપારીની દુકાનમાંથી મોબાઇલની (Thief) તફડંચીના ચોંકાવનારા સીસીટીવી વીડિયો (CCTV Video) સામે આવ્યા છે. આ વીડિયોમાં એક ફકીર જેવો દેખાતો ગઠિયો વેપારીની દુકાનની બહારથી કાઉન્ટર પર રાખેલો મોબાઇલ મૂકીને છૂમંતર થઈ ગયો હતો. આ શખ્સે મોબાઇલની ચોરી કરી તે સીસીટીવીમાં કેદ થઈ જતા ઘટના સામે આવી છે. આમ રાજકોટના વેપારીઓ માટે આ ચેતવણીરૂપ ઘટના છે.

  બનાવની વિગતો એવી છે કે રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા થેલાની દુકાનમાં મોબાઇલ ચોરીની ઘટના ઘટી હતી. ફકીરના સ્વાંગમાં આવેલો ગઠિયો વેપારી પાસે રૂપિયા માંગી રહ્યો હતો. વેપારી ગ્રાહકોને સાચવવામાં વ્યસ્ત હતા. દરમિયાન આ શખ્સે વેપારીનું ધ્યાન નહોતું ત્યારે અચાનક જ મોબાઇલ ઉઠાવી અને ઝોલામાં મૂકી દીધો હતો. આમ આ ઘટના અનેક વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

  આ પણ વાંચો : સુરત : વરાછામાં અસામાજિક તત્વોનો આતંક! આઘેડને જાહેરમાં માર માર્યો, બનાવનો Video થયો Viral

  ક્યા બન્યો આ બનાવ?

  ઉપરોક્તનો વીડિયો રાજકોટના હાર્દ સમાન ધર્મેન્દ્ર રોડ વિસ્તારનો છે. અહીંયા અનેક વેપારીઓની દુકાનો આવેલી છે. રાજકોટની જનતા પણ ધર્મેન્દ્ર રોડ પર પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરે છે ત્યારે ધર્મેન્દ્ર રોડ પર આવેલી થેલાની દુકાનમાં આ ચોરીની ઘટના ઘટી હતી. આ વીડિયો જોઈને રાજકોટના વેપારીઓએ આવા શખ્સોથી સાવચેત રહેવું જ રહેશે.

  આ પણ વાંચો :  સુરત : આગની જ્વાળામાં લપેટાયેલો પતિ દોડ્યો, પત્નીએ ધાબળો નાખી બચાવ્યો, બનાવનો CCTV વીડિયો Viral

  ગ્રાહક ગયા પછી વેપારીને જાણ થઈ

  ગ્રાહકોને સાચવવામાં વેવારી વ્યસ્ત હતા ત્યારે તેમણે બહાર ઊભેલા શખ્સ પર ધ્યાન આપ્યું નહોતું. જોકે, ગ્રાહકોમાંથી પરવારેલા વેપારીએ જ્યારે પોતાનો મોબાઇલ શોધ્યો ત્યારે તેમને મળ્યો નહોતો. આખરે તેમણે દુકાનમાં રાખેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરતા ફકીરની કરામત જાણવા મળી હતી
  Published by:Jay Mishra
  First published:March 06, 2021, 08:33 am

  ટૉપ ન્યૂઝ