રાજકોટ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો નકલી IPS અધિકારી, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી

રાજકોટ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો નકલી IPS અધિકારી, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી
પોલીસને આરોપી અંગે સંકેત મળતા સંકેતની લીલા સંકેલાઈ ગઈ

આરોપી સંકેત દ્વારા online google માં સર્ચ કરી આઇપીએસ અધિકારી નો સિમ્બોલ મેળવી તેના નામનું બોગસ બનાવટી કાર્ડ પોતાના નામ તથા ફોટાવાળું બનાવાયું હતું.

  • Share this:
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch) દ્વારા નકલી આઇપીએસ અધિકારીની (Fake IPS Officer) ધરપકડ કરવામાં આવી છે. શહેરના સિવિલ હોસ્પિટલ ખાતેથી આરોપી સંકેતભાઈ રાજકુમાર મહેતાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી બોગસ તબીબો નકલી પોલીસ ઝડપાય છે. પરંતુ રાજકોટ શહેર પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત નકલી આઇપીએસ અધિકારીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે,  પીએસઆઇ વનરાજ સિંહ જાડેજા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજકોટ સરકારી પીડીયુ હોસ્પિટલ ખાતે આવેલા કોરોના કંટ્રોલ રૂમ ખાતે છેલ્લા ચારેક દિવસથી એક વ્યક્તિ પોતે આઇપીએસ અધિકારી હોવાનું જણાવી રહ્યો છે.



આ પણ વાંચો : સુરત : ઑવરબ્રીજ પર આપઘાત કરવા ચઢ્યો હતો યુવાન, TRB જવાને બચાવ્યો જીવ, જુઓ Live Video

જે બાબતની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખરાઇ માટે કોરોના કંટ્રોલ રૂમ ખાતે પહોંચી હતી. જ્યાં આઇપીએસ અધિકારી હોવાની ઓળખ આપતા વ્યક્તિની પૂછપરછ કરતા તેને પ્રથમ પોતે આઇપીએસ અધિકારી હોવાનું જણાવ્યું હતું તેમ જ પોતાનું આઈ કાર્ડ પણ બતાવ્યું હતું. જે બાબતે તેની વધુ પુછપરછ કરતા પોતે આઇપીએસ અધિકારી નહીં હોવાનું તેમજ બોગસ બનાવટી આઇકાર્ડ આઇપીએસ અધિકારી નું પોતાના નામનું બનાવ્યું હોવાનું કબૂલ્યું હતું.

આરોપી સંકેત રાજકુમાર ભાઈ મહેતા પાસેથી તેના નામ અને ફોટાવાળું આઇપીએસ અધિકારી હોવાનું આઈ કાર્ડ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.



આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે જણાવતા વીરલ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીએ બીએસસી બાયોટેકનોલોજી સુધીનો અભ્યાસ કરેલ છે. આરોપી હાલ પોતે જામનગર નેસ્લે ઈન્ડિયા કંપની માં nutrition ઓફિસર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે.

આ પણ વાંચો : મહીસાગર : 'મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, Love યુ સો મચ,' અંતિમ Video બનાવી MBBSના વિદ્યાર્થીનો આપઘાત

આરોપીના કાકા હાલ સરકારી PDU હોસ્પિટલ ખાતે કોરોના અંગે ની સારવાર માં દાખલ હોય જેથી સરકારી હોસ્પિટલ ખાતે હાલ દર્દીનો ખૂબ જ સારો હોય જેથી લાઈનમાં ઉભુ રહેવું પડે તેના માટે આરોપી સંકેત દ્વારા online google માં સર્ચ કરી આઇપીએસ અધિકારી નો સિમ્બોલ મેળવી તેના નામનું બોગસ બનાવટી કાર્ડ પોતાના નામ તથા ફોટાવાળું બનાવ્યું હતું. છેલ્લા ચારેક દિવસથી સરકારી હોસ્પિટલ ખાતે આવેલ કોરોના કંટ્રોલ રૂમ ખાતે આરોપી જઈ ત્યાં હાજર મેડિકલ સ્ટાફના માણસોને પોતાનું આઇપીએસ અધિકારી હોવાનું જણાવી આઈ કાર્ડ બતાવોતો હતો
Published by:Jay Mishra
First published:April 10, 2021, 14:36 pm

ટૉપ ન્યૂઝ