Home /News /kutchh-saurastra /

રાજકોટ : નકલી ફૉરેસ્ટ અધિકારી બની સર્કસના હાથીનો ટ્રક આંતરી તોડ કરવાનો પ્રયાસ

રાજકોટ : નકલી ફૉરેસ્ટ અધિકારી બની સર્કસના હાથીનો ટ્રક આંતરી તોડ કરવાનો પ્રયાસ

પ્રતિકાત્મક તસવીર

ગ્રેટ ગોલ્ડન સર્કસના બે હાથી અનાર અને ચંપાની જોડીને બીમારીની સારવાર માટે અમદાવાદથી કાયદેસરની મંજૂરી મેળવી ટ્રક મારફતે જામનગર લઇ જવામાં આવતાં હતાં.

રાજકોટ : લૉકડાઉન (Lockdown)માં જે રીતે આર્થિક મુશ્કેલી વધી છે ત્યારે લોકોએ પણ પૈસા કમાવવા અવનવાં રસ્તા અપનાવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. રાજકોટમાં પણ ફૉરેસ્ટ અધિકારી (Fake Forest Officer)ના નામે તોડ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રેટ ગોલ્ડન સર્કસ (Great Golden Circus)ના બે હાથી અનાર અને ચંપાની જોડીને બીમારીની સારવાર માટે અમદાવાદથી કાયદેસરની મંજૂરી મેળવી ટ્રક મારફતે જામનગર (Jamnagar) લઇ જવામાં આવતાં હતાં. આ દરમિયાન રાજકોટનાં મોરબી રોડ ખાતે બેડી ચોકડી પાસે એક એનજીઓ સંચાલકે ટ્રકને અટકાવ્યો હતો.

સંચાલકે પોતાની ઓળખ ફૉરેસ્ટ ઓફિસર તરીકે આપીને, હાથીને ગેરકાયદેસર રીતે લઇ જાવ છો, બે લાખ આપવા પડશે, નહિતર હાથીને ફૉરેસ્ટ ખાતામાં જમા કરાવી દેવા પડશે તેમ કહીને બીજા અધિકારી સાથે ફોનપર વાત કરાવી હતી. જોકે, આ અધિકારીએ બે લાખ નહીં પરંતુ પાંચ લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. આવું કહીને તોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હાથીને લઈ જનાર મહાવતે પોકીસનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં સમગ્ર મામલો બી-ડિવિઝન પોલીસ સુધી પહોંચ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે ફૉરેસ્ટ અધિકારીના નામે તોડ કરનાર વ્યક્તિ એક એનજીઓનો સંચાલક હતો. પોલીસે એનજીઓ સંચાલકને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

સર્કસના સંચાલક અનવરભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા સર્કસના હાથીઓની જોડી અનાર અને ચંપાની તબિયત દસ-બાર દિવસથી ખરાબ હોવાથી અમદાવાદમાં કોરોના મહામારીના કેસ વધુ હોવાથી હાથીની આ જોડીને જામનગર રાધાકૃષ્ણ ટેમ્પલ એન્ડ એલીફન્ટ વેલફેર ટ્રસ્ટમાં મૂકવાનું નક્કી કર્યુ હતું. અમે બંને હાથીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, બાદમાં અનાર અને ચંપાને જામનગર મૂકવા જવાની મંજૂરી મળતાં બંને હાથીને ટ્રકમાં બેસાડી રવાના કરાયા હતાં. હાથીઓના જરૂરી કાગળો તેમજ ફૉરેસ્ટ ખાતામાંથી મેળવેલી ટ્રાન્ઝિટ પરમિશનને લગતા કાગળો, હાથીની માલિકીના ડોકયુમેન્ટ સહિતના કાયદેસરના કાગળો પણ સાથે હતાં.

આ પણ વાંચો : સ્કૂલ ફી માફીની માંગ સાથે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ભૂલ્યા
Published by:Vinod Zankhaliya
First published:

Tags: એલિફન્ટ, ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર