મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : આજીડેમ પોલીસે(Aji dam police) વધુ એક બોગસ ડોક્ટરને(Bogus Doctor)ઝડપી લીધો છે. ધો.8 પાસ(STD-8 pass) આ નકલી તબીબ(Doctor)3 વર્ષમાં ત્રીજી વખત ઝડપાયો(3 times caught for the third time) છે. જેને લઈ આરોપી પોલીસની પક્કડમાંથી છુટ્યા બાદ ફરીથી પ્રેક્ટિસ(Practice) કરતો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. નકલી ડોક્ટર(Fake Doctor) સામે પાસા સહિતની કાર્યવાહી(Proceeding) હાથ ધરવામાં આવી છે.
પોલીસનાં કેહવા મુજબ, શિતળાધાર 25 વારીયા મેઇન રોડ પર હનુમાનજી મંદિર પાસે એક ઓરડીમાં કોઇપણ પ્રકારની ડિગ્રી વગર એક શખ્સ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી મળી હતી. જેને લઈને આજીડેમ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા પશ્ચિમ બંગાળના નીપુ કુમોદરંજન મલીક પાસે મેડિકલ ડિગ્રી માગતા જ તેણે ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા.પોલીસે લાલઆંખ કરતા પોતે ધોરણ - 8 પાસ હોવાની કબુલાત આપતા પોલીસે તેની અટકાયત કરી હતી.
નકલી ડોક્ટર નીપુ મલીક દર્દીઓને એલોપેથી દવા અને ઇન્જેક્શન પણ આપતો હતો, ઓરડીમાથી પોલીસે રૂ.2762ની કિંમતની દવાઓ પણ જપ્ત કરી છે. નીપુ અગાઉ પશ્ચિમ બંગાળમાં એક ડોક્ટરને ત્યાં નોકરી કરતો હતો, ત્યાંથી રાજકોટ આવ્યા બાદ પોતે ડોક્ટર તરીકેની ઓળખ આપી પ્રેક્ટિસ કરતો હતો.
વર્ષ 2020માં આજીડેમ પોલીસે તેમજ વર્ષ 2021માં ક્રાઇમ બ્રાંચે બાદ આજે ફરી ત્રીજીવાર નીપુ ઝડપાયો છે. જેને લઈને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નીપુ કુમોદરંજન મલીક પોલીસની પક્કડથી છુટીને ફરીથી ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હોવાનું સામે આવ્યું છે લોકોના આરોગ્ય સાથેના ચેડા કરવાની ગંભીર હરકતો કરતા અને ત્રીજી વખત ઝડપાયેલા નીપુ કુમોદરંજન મલીક સામે પાસા સહિતની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર